Get The App

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની સુચના મુજબ , SVP હોસ્પિટલમાં સિનિયર તબીબોને ૮ કલાક હાજર રહેવા આદેશ

સાંજે ૫થી રાત્રિના ૧૦ સુધી એક રાઉન્ડની વ્યવસ્થાના ઉલ્લેખથી તબીબો અકળાયા

Updated: Mar 17th, 2026

GS TEAM

Google News
Google News
ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની સુચના મુજબ , SVP હોસ્પિટલમાં સિનિયર તબીબોને ૮ કલાક હાજર  રહેવા આદેશ 1 - image

અમદાવાદ,મંગળવાર,17 માર્ચ,2026

        ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરની સુચના મુજબ એન.એચ.એલ.મેડિકલ કોલેજના ડીન દ્વારા એસ.વી.પી. હોસ્પિટલમાં તમામ ફેકલ્ટી સ્ટાફે સવારના ૯થી સાંજના ૫ કલાક સુધી ફરજિયાત હાજર રહેવા પરિપત્ર કરાયો છે. ૮ કલાકની હાજરી ઉપરાંત સાંજે ૫થી રાત્રિના ૧૦ સુધી એક રાઉન્ડની વ્યવસ્થા કરવાના પરિપત્રમાં ઉલ્લેખથી તબીબો અકળાયા છે.

કોર્પોરેશન સંચાલિત એસ.વી.હોસ્પિટલમાં સિનિયર ડોકટરો હાજર નહીં રહેતા હોવાનો વિડિયો યુવતી દ્વારા વાયરલ કરવામા આવ્યા પછી આ પરિપત્ર કરવામા આવ્યો છે.હોસ્પિટલ વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગત મુજબ ડીન દ્વારા કરવામા આવેલા આ પરિપત્ર પછી પણ હોસ્પિટલના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ તથા એસોસીએટ ડોકટરો પૈકી ઘણાં ખરાં ગેરહાજર રહે છે.જે પરિપત્ર કરવામા આવ્યો છે તેમા પણ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ તથા એસોસીએટ પ્રોફેસરોની જવાબદારી અંગે કોઈ સ્પષ્ટતા કરવામા આવી નથી. ઉપરાંત ફરજિયાત હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ તથા એસોસીએટ દ્વારા રાઉન્ડ લેવા બાબતમા પણ કોઈ ઉલ્લેખ કરવામા આવ્યો નથી.આઠ કલાક ફરજ બજાવ્યા પછી સાંજે એક રાઉન્ડ લેવાના ફરમાન સામે તબીબોમાં રોષ જોવા મળી રહયો છે.તો હોસ્પિટલમાં થતી ચર્ચા મુજબ,રાજકીય દબાણ અને ઓળખાણના કારણે એચઓડી અને એસોસિએટ પ્રોફેસરો પરિપત્રની પણ અવગણના કરી રહયા છે.