Gujarat
વડોદરાનો આર્યન શોટગન નેશનલમાં રાષ્ટ્રીય ચેમ્પિયન
By GS TEAM
22 Dec 20251 min read

વડોદરાના યુવા શૂટર આર્યન સિંહે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતાં નવી દિલ્હીમાં યોજાયેલી ૬૮મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ઈતિહાસ રચ્યો છે. આઈ.એસ.એસ.એફ. (ટ્રેપ યુથ મેન્સ ઇન્ડિવિજ્યુઅલ) સ્પર્ધામાં આર્યને ૧૧૮/૧૨૫નો ઉત્કૃષ્ટ સ્કોર નોંધાવી રાષ્ટ્રીય રેકોર્ડ સ્થાપ્યો અને સુવર્ણ પદક જીતી રાષ્ટ્રીય ચેમ્પિયન બન્યો છે. ખેલો ઇન્ડિયા એથ્લીટ એવા આર્યનના પિતા ઈશ્વર સિંહે પુત્રની સફળતાનું શ્રેય તેની મહેનત અને લગન સાથે વર્ષોથી મળેલા સંસ્થાગત સહયોગને આપ્યું હતું.








