Arvind Kejriwal On BJP : ગુજરાતમાં વિસાવદર બેઠક પર પેટાચૂંટણીમાં જીત મેળવ્યા બાદ આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે આાગામી વિધાનસભા ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. કેજરીવાલે આજે (2 જુલાઈ) બુધવારે અમદવાદમાં 'ગુજરાત જોડો સદસ્યતા અભિયાન'નો શુભારંભ કર્યો છે. તેમણે આ દરમિયાન ભાજપ અને કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. કેજરીવાલે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ પ્રહાર કરીને કહ્યું કે, 'એક દિવસ ભગવાન એમને પૂછશે કે પૃથ્વી પર શું કર્યું.'
કેજરીવાલે શું કહ્યું?
કેજરીવાલે કહ્યું કે, વિસાવદરની જીત કાંઈ સામાન્ય જીત નથી. આના દ્વારા ભગવાન બહુ મોટો સંદેશ આપવા માગ છે. જનતાનો નિર્ણય એ ભગવાનનો નિર્ણય છે. પેટાચૂંટણીમાં એ જ પાર્ટી જીતે છે, જેની સરકાર હોય છે. ગુજરાતમાં ભાજપની સરકાર છે. જે પાર્ટીને કાંઈ પણ ખોટું કામ કરવાની પરવાહ નથી. જેમણે ગુંડાગર્દી કરવામાં કોઈ કસર બાકી નથી રાખી. ત્યાં પ્રચંડ બહુમતિ સાથે જીત હાસલ થાય છે તો, તેને હું કુદરતનો ખેલ માનીશ. ભગવાનનો સંદેશ માનીશ. ગીતામાં લખ્યું છે કે, ભગવાન જતના દ્વારા બોલે છે.'
સુરતમાં ભષ્ટ્રાચારનું પૂર આવ્યું: કેજરીવાલ
સુરતમાં ભારે વરસાદ કારણે પૂર જેવી સ્થિતિને લઈને કેજરીવાલે ભાજપ સરકારની ટીકા કરી હતી. તેમણે કહ્યું કે, 'ત્રણ વર્ષમાં શુ હાલત કરી નાખી તેઓએ. સુરત જેવા શહેરમાં પૂર આવી ગયું. જ્યાં લોકોએ કરોડા ઘર, બંગલો લીધા છે, ત્યારે તેમના બેડરૂમમાં પાણી ધસી ગયા. ત્રણ વર્ષમાં ભાજપે ગુજરાતના શું હાલ કરી નાખ્યા. આ ભષ્ટ્રાચારનું પૂર છે. બિલ્ડરોને એ રીતે ફ્લોટ આપ્યા કે પાણીનો નિકાલ થવાનો બંધ થઈ ગયો.'
આ પણ વાંચો: સચિવાલય અને વિધાનસભા કેમ્પસમાં પ્લાસ્ટિકની બોટલો પર પ્રતિબંધ, કાચની બોટલમાં મળશે પાણી
પાટીલને કેજરીવાલે કહ્યું-મૃત્યું પછી ભગવાનને શું જવાબ આપશો?
કેજરીવાલે ભાજપ નેતા સીઆર પાટીલ પર નિશાન સાધતા કહ્યું, 'મેં સીઆર પાટીલનું નિવેદન સાંભળ્યું, તેમણે કહ્યું કે વિસાવદરના ધારાસભ્ય ગયા છે, બે વધુ સંપર્કમાં છે. હું કહેવા માંગુ છું કે, થોડી શરમ રાખો, ભગવાનથી ડરો. મૃત્યુ પછી દરેકને ભગવાનના દરબારમાં જવું પડે છે. દરેક વ્યક્તિ મરી જશે. સીઆર પાટીલ તમે પણ મરી જશો. જ્યારે તમે ભગવાનના દરબારમાં જશો, ત્યારે ભગવાન પૂછશે - સીઆર પાટીલ, તમે પૃથ્વી પર શું કર્યું, તમે શું જવાબ આપશો? તમે અન્ય પક્ષોના ધારાસભ્યોને તોડીને લાવ્યા, શું તમે આનો જવાબ આપશો? ભગવાન જવાબ આપશે - કેમ મોકલો આને.... જનતાએ તમને આટલી મોટી બહુમતી આપી તમે 30 વર્ષથી સરકારમાં છો. તમારે 30 વર્ષમાં શાળાઓ, હોસ્પિટલો બનાવવી જોઈતી હતી. બાળકોને નોકરીઓ આપવી જોઈતી હતી, રસ્તા બનાવવા જોઈતા હતા, કોઈ સારું કામ કરવું જોઈતું હતું. આટલો બધો અહંકાર કેમ બે વધુ સંપર્કમાં છે. આ શરમજનક વાત છે. એક માણસ 84 લાખ જન્મો પછી જન્મે છે, તમે તેનો ઉપયોગ આ માટે કરશો.'


