Gujarat

'ખેડૂતોને 1 રૂપિયામાં ખેતી માટે જમીન આપીશું...', અરવિંદ કેજરીવાલે ભાજપને વોટ ન આપવાની લોકોને શપથ લેવડાવી

By GS TEAM
8 Mar 20261 min read
TukuTouch Logo
ગાંધીનગર ખાતે આજે(8 માર્ચ) આમ આદમી પાર્ટી દ્વારા 'પરિવર્તન લાવો કિસાન બચાવો યાત્રા'ના સમાપન કાર્યક્રમમાં અરવિંદ કેજરીવાલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં કેજરીવાલે ખેડૂતો, મહિલાના પ્રશ્નો અને દારૂના થતાં વેચાણ લઈને વાત કરી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

'ખેડૂતોને 1 રૂપિયામાં ખેતી માટે જમીન આપીશું...', અરવિંદ કેજરીવાલે ભાજપને વોટ ન આપવાની લોકોને શપથ લેવડાવી

Gandhinagar News : ગાંધીનગર ખાતે આજે(8 માર્ચ) આમ આદમી પાર્ટી દ્વારા 'પરિવર્તન લાવો કિસાન બચાવો યાત્રા'ના સમાપન કાર્યક્રમમાં અરવિંદ કેજરીવાલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં કેજરીવાલે ખેડૂતો, મહિલાના પ્રશ્નો અને દારૂના થતાં વેચાણ લઈને વાત કરી હતી. તેમણે કહ્યું કે, 'ખેડૂતોને 1 રૂપિયામાં ખેતી માટે જમીન આપીશું.' આ સાથે કેજરીવાલે આવનાર કોઇપણ ચૂંટણીમાં ભાજપને વોટ ન આપવાની લોકોને શપથ લેવડાવી હતી. 

ગાંધીનગરમાં યોજાયેલા AAPના કાર્યક્રમમાં કેજરીવાલે કહ્યું કે, 'ભાજપના ભ્રષ્ટાચારથી લોકો પરેશાન છે અને જે લોકો સવાલો ઉઠાવે છે તેઓને જેલભેગા કરી દેવામાં આવે છે. ખેડૂતો અને નાના વેપારી માટે હું અહીં આવ્યું છે. ગુજરાતમાં દારૂબંધ હોવા છતાં ફોન કરવાથી સીધી દારૂની હોમ ડિલિવરી થાય છે. પંજાબમાં બજેટમાં દરેક મહિલાના ખાતામાં 1000 રૂપિયા આપવામાં આવ્યા, તેવી રીતે અહીં પણ લોકો ઈચ્છા ધરાવે છે.'