Get The App

સુરતમાં વરસાદના વિઘ્ન વચ્ચે વિધ્નહર્તાની આન બાન શાન સાથે આગમન યાત્રા

Updated: Sep 17th, 2023

GS TEAM


Google News
Google News
સુરતમાં વરસાદના વિઘ્ન વચ્ચે વિધ્નહર્તાની આન બાન શાન સાથે આગમન યાત્રા 1 - image


- કોઈએ મોટી છત્રી કો કોઈએ પ્લાસ્ટીકથી બાપાની પ્રતિમાને વરસાદથી બચાવી 

- ગણેશજીની શોભાયાત્રાના કારણે સુરતના મોટા રોડ પણ સાંકડા બની ગયા, હજારોની મેદનીએ બાપાની આગમન યાત્રામાં ભાગ લીધો

સુરત, તા. 17 સપ્ટેમ્બર 2023, રવિવાર

ઉત્સવ પ્રિય સુરતમાં ગઈકાલે રાતથી શરુ થયેલી ગણેશજીની આગમન યાત્રા આજે દિવસ દરમિયાન પણ જોવા મળી હતી. સુરતમાં સંખ્યાબંધ શ્રીજીની આગમન યાત્રા નીકળતા સુરતના મોટા રોડ પણ સાંકડી ગલી જેવા લાગતા હતા. બાપાની પ્રતિમા સાથે હજારો લોકો  જોડાયા હતા. તેના કારણે ગઈકાલથી વરસાદના વિઘ્ન હોવા છતાં પણ ગણેશજીની આગમન યાત્રા ઓન બાન સાન સાથે નીકળી હતી.  સુરતમાં ગઈ કાલથી જ વરસાદનું જોર હતું તેની સામે ગણેશ ભક્તોની આસ્થાનું જોર વધેલું જોવા મળ્યું હતું અને હજારો લોકો  ડીજે, બેન્ડ ઢોલ સાથે ગણેશ ભક્તો યાત્રામાં ઝૂમતા જોવા મળ્યા હતા.

સુરત શહેરમાં ગણેશ ઉત્સવની ઉજવણી પણ ભારે ઉત્સાહથી થઈ રહ્યું છે અને દર વર્ષે ગણેશજીની પ્રતિમા મા સતત વધારો થઈ રહ્યો છે. આ  વર્ષે પણ સુરત શહેરમાં 70 હજારથી નાની મોટી પ્રતિમાની સ્થાપના કરવામા આવશે. ગણેશ સ્થાપના મંગળ વારે છે તેની સામે  શનિ-રવિનો સમય આવ્યો હોવાથી બાપાની શોભાયાત્રા આ વીકએન્ડમાં સૌથી વધુ નિકળી હતી.

સુરતમાં વરસાદના વિઘ્ન વચ્ચે વિધ્નહર્તાની આન બાન શાન સાથે આગમન યાત્રા 2 - image

શનિવારે સાંજથી જ પ્રતિમા બનાવનારાઓને ત્યાં ગણેશ આયોજકો પહોંચી ગયા હતા. ગણેશજીની વિવિધ મુદ્રામાં પ્રતિમા લઈને મોડી સાંજથી મોડી રાત્રી સુધી ગણેશ ભક્તો શ્રીજીની પ્રતિમા સાથે શોભાયાત્રા કાઢી હતી.  સુરતના મોટા ગણેશ આયોજકોએ થોડા દિવસ પહેલાં જ શ્રીજીની શોભાયાત્રા કાઢી હતી. પરંતુ મોટી સંખ્યામાં ગણેશ આયોજકોએ આ શનિ- રવિની રજામાં ગણેશજીની આગમન યાત્રા કાઢી હતી. જેના કારણે કોટ વિસ્તાર, રાંદેર, અડાજણ સહિત શહેરના અનેક રસ્તા પર આગમન યાત્રા જોવા મળી હતી.

વરસતા વરસાદમાં બાપાની આગમન યાત્રા કાઢી હતી ત્યારે બાપાને વરસાદથી બચાવવા માટે કોઈએ મોટી છત્રી નો સહારો લીધો હતો તો કોઈએ પ્રતિમા પર પ્લાસ્ટિક ઓઢાળી દીધું હતું. આવી જ રીતે બાપાના દર્શન માટે આવેલા સુરતીઓ છત્રી લઈને કે રેઇનકોટ પહેરીને આવેલા જોવા મળ્યા હતા. 

એક જ રસ્તા પર અનેક ગણેશ આયોજકોની શોભાયાત્રા નિકળી હોવાથી શહેરના  પહોળા રોડ પણ સાંકડી ગલી જેવા બની ગયા હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. ગણેશ આયોજકો સાથે હજારોની સંખ્યામાં સુરતીઓ બાપાની આગમન યાત્રા ના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા જેના કારણે અનેક જગ્યાએ ટ્રાફિક જામની સ્થિતિ થઈ હતી. 

સુરતમાં વરસાદના વિઘ્ન વચ્ચે વિધ્નહર્તાની આન બાન શાન સાથે આગમન યાત્રા 3 - image

વરસતા વરસાદમાં પણ  આતશબાજી થી આકાશ વિવિધ રંગોથી રંગાઈ ગયું 

સુરતમાં ગણપતિજીની આગમન યાત્રા  સાથે વરસાદનું વિઘ્ન આવ્યું હતું પરંતુ વરસાદ કરતાં ગણેશ ભક્તોની ભક્તોનો ધોધ વધુ વહેતો જોવા મળ્યો હતો. વરસતા વરસાદમાં પણ બાપાને  આવકારવા માટે આયોજકો ફટાકડા અને આતશબાજી લાવ્યા હતા તે આતશબાજી કરી હતી જેના કારણે આકાશ વિવિધ રંગોથી રંગાઈ ગયું હતું. સુરતમાં કૃત્રમ તળાવમાં વિસર્જન અને તે સમયે શોભાયાત્રા દબદબાભેર નીકળતી ન હોવાના કારણે મોટા ભાગના ગણેશ આયોજકોએ બાપાની આગમન યાત્રા ભપકાદાર બનાવી દીધી હતી. જેના કારણે ગઈકાલે શહેરમાં આન બાન અને શાન સાથે ગણેજીની પધરામણી જોવા મળી હતી.


Tags :