ચેઇન સ્નેચિંગનાં સંખ્યાબંધ ગુનાઓમાં સંડોવાયેલા શખ્સની પાસા હેઠળ ધરપકડ
ગાંધીનગર,
દહેગામ અને માણસામાં
જિલ્લા મેજિસ્ટ્રેટે વોરંટ ઇશ્યુ કરતાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા લાકરોડાના રહેવાસીને પકડીને રાજકોટની જેલમાં ધકેલાયો
ગાંધીનગર : ગાંધીનગર, દહેગામ અને માણસા વિસ્તારમાં વર્ષ ૨૦૨૨થી ૨૦૨૪ દરમિયાન નોંધાયેલા ચેઇન સ્નેચિંગના સંખ્યાબંધ ગુનામાં સંડોવાયેલા શખ્સ સામે પાસા ધારા હેઠળ કાર્યવાહી માટે કરાયેલી દરખાસ્તના પગલે જિલ્લા મેજીસ્ટ્રેટે વોરંટ ઇશ્યુ કરતાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગાંધીનગરના માણસા તાલુકાના રહેવાસી શખ્સને ઝડપી પાડીને વોરંટની બજવણી કરવામાાં આવી હતી. જેને રાજકોટ જેલમાં મોકલી અપાયો હતો.
ક્રાઇમ બ્રાન્ચના ઇન્સપેક્ટર ડી. બી. વાળાના જણાવવા પ્રમાણે
જિલ્લા પોલીસ વડા દ્વારા માણસા તાલુકાના લાકરોડા ગામના રહેવાસી અને છેલ્લા બે વર્ષ
દરમિયાન ગાંધીનગર, માણસા
અને દહેગામમાં ચેઇન સ્નેચિંગના સંખ્યાબંધ ગુનામાં સંડોવાઇ ચૂકેલા સાગર ઉર્ફે
ટેચીયો દશરથજી ઠાકોર સામે સખ્ત કાર્યવાહી કરવા માટે તેની પાસા ધારા હેઠળ ધરપકડ
કરવા માટે વોરંટ ઉશ્યુ કરવાની દરખાસ્ત કરવાનો આદેશ કર્યો હતો. આ દરખાસ્ત કલેક્ટરને
મોકલવામાં આવતાં મંજુર કરીને વોરંટ ઉશ્યુ કરવામાં આવ્યુ હતું. જેની બજવણી કરીને
આરોપીને અટકમાં લેવામાં આવ્યા બાદ રાજકોટ જેલ હવાલે મોકલી આપવામાં આવ્યો હતો.
આરોપી અગાઉગાંધીનગર જિલ્લા ઉપરાંત સાબરકાંઠા,
મહેસાણા અને અમદાવાદ જિલ્લામાં પણ ચેઇન સ્નેચિંગના ગુનાઓમાં પકડાઇ ચૂકેલો છે.
આ ઉપરાંત અત્યાર સુધીમાં તેની બે વખત પાસા ધારા હેઠળ ધરપકડ કરીને જેલ હવાલે
કરવામાં આવેલો છે.