Gujarat

માથાભારે બૂટલગેર પાસેથી દારૃ લાવનાર ઝડપાયો

By GS TEAM
5 Sep 20251 min read
માથાભારે બૂટલગેર પાસેથી દારૃ લાવનાર ઝડપાયો

વડોદરા,દંતેશ્વર  કૃષ્ણનગર ઘાઘરેટિયામાં રહેતા માથાભારે બૂટલેગર દ્વારા હજીય દારૃનો ધંધો કરવામાં આવે છે. બૂટલેગર દ્વારા સપ્લાય કરવામાં આવેલા દારૃ સાથે પોલીસે એક આરોપીને ઝડપી પાડયો છે.

મકરપુરા  પોલીસે મળેલી માહિતીના આધારે  તરસાલી શાક માર્કેટ સામે સ્લમ ક્વાટર્સ પાસે મોપેડ પર દારૃ લઇને ઉભેલા જીગર  અર્જુનભાઇ રાજપૂત (રહે. અમરશ્રદ્ધા વુડાના મકાનમાં, દંતેશ્વર) ઝડપાઇ ગયો હતો. પોલીસે મોપેડની ડીકીમાંથી દારૃની ૧૭ બોટલ કબજે કરી હતી. પોલીસે દારૃ અને મોપેડ કબજે લઇ આરોપીની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, આ દારૃનો જથ્થો કૃષ્ણનગર ઘાઘરેટિયામાં રહેતા વિપુલ રમેશભાઇ પંચાલ પાસેથી લાવ્યો છું. જેથી, પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, વિપુલ પંચાલ માથાભારે છે.તેની સામે અગાઉ પણ સંખ્યાબંધ દારૃના ગુનાઓ નોંધાયા છે. તેમછતાંય તે દારૃ વેચી રહ્યો છે.