Gujarat

ભાવનગર રેલવેના 6 હજાર જેટલા કર્મી.ને 78 દિવસનું બોનસ મળશે

By GS TEAM
25 Sep 20251 min read
ભાવનગર રેલવેના 6 હજાર જેટલા કર્મી.ને 78 દિવસનું બોનસ મળશે

- કેન્દ્રીય મંત્રી મંડળે પીએલબી ચૂકવણીને મંજૂરી આપી

- ગુ્રપ સી અને ડીના કર્મચારીઓને દસેક કરોડ જેટલી રકમ ટૂંક સમયમાં જ ચૂકવાશે, ગત વર્ષે બોનસ ચૂકવણીમાં ભાવનગર મંડળ ભારતીય રેલવેમાં પ્રથમ હતું

ભાવનગર : ભાવનગર મંડળમાં ફરજ બજાવતા ગુ્રપ સી અને ડીના આશરે છ હજાર જેટલા કર્મચારીઓને પીએલબી (પ્રોડયુક્ટિવિટી લિંક્ડ બોનસ) ચૂકવવામાં આવશે.

પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રી મંડળે આજે બુધવારે રેલવે કર્મચારીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શનને ધ્યાનમાં રાખી પીએલબી ચૂકવવાને મંજૂરી આપી છે. દેશભરના ૧૦,૯૧,૧૪૬ કર્મચારીને ૭૮ દિવસનું રૂા.૧૮૬૫.૬૮ કરોડનું બોનસ આપવામાં આવશે. જેમાં ભાવનગર મંડળમાં કાર્યરત આશરે છ હજાર જેટલા કર્મચારીઓનો પણ સમાવાશે થાય છે. ગુ્રપ સી અને ડીની શ્રેણીવાળા ટ્રેક મેન્ટનર્સ, લોકોપાયલોટ્સ, ટ્રેન મેનેજર (ગાર્ડ), સ્ટેશન માસ્ટર્સ, સુપરવાઈઝર, ટેકનિશિયન, ટેકનિશિયન હેલ્પર્સ, પોઈન્ટ્સમેન, મિનિસ્ટ્રીયલ સ્ટાફને ૭૮ દિવસના વેતન જેટલી મહત્તમ રૂપિયા ૧૭,૯૫૧ની રકમ ટૂંક સમયમાં જ ચૂકવી દેવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, ગત વર્ષે બોનસ ચૂકવણીમાં ભાવનગર મંડળ ભારતીય રેલવેમાં પ્રથમ હતું.