અડાલજ-ઝુંડાલ માર્ગ પરના વધુ ૨૦ જેટલા દબાણો દૂર કરાયા
કાચા પાકા ૨૦૦થી વધુ દબાણો દૂર કરવા મેગા ડિમોલેશન
દુકાન-મકાન સહિતના બાંધકામ તોડયા બાદ તેના કાટમાળને રોડ ઉપરથી હટાવવો તંત્ર માટે માથાના દુઃખાવા સમાન
ગાંધીનગરના અડાલજથી ઝુંડાલ સુધીના હાઇવેને સર્વિસ રોડ સહિત
એઇટલેન કરવાનો છે ત્યારે અહીં ઉભા થયેલા દબાણો દૂર કરવા માટે તંત્રો દ્વારા
સંયુક્ત ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. ગુડા,
આરએન્ડબી, પંચાયત, મામલતદાર સહિત
જિલ્લા વહિવટી તંત્ર દ્વારા રવિવારે પોલીસ પ્રોટેક્શન સાથે રવિવારે જ અહીં
બુલડોઝરો દ્વારા દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૃ કરવામાં આવી હતી. પ્રથમ દિવસે ૪૦
જેટલા દાબણો દૂર કરવામાં આવ્યા હતા.ત્યારે આજે બીજા દિવસે પણ અહીં દબાણો દૂર
કરવાની ઝુંબેશ શરૃ રાખવામાં આવી હતી.
બુલડોઝર સાથે તમામ તંત્રની ટીમે અહીં અડિંગો જમાવ્યો છે અને
૧૫ દુકાનો અને પાંચ મકાનો સહિત ૨૦થી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા છે. જો કે, અહીં પાકા
બાંધકામવાળા દબાણો દૂર કર્યા બાદ ઉભો થતો કાટમાળનો કચરો દૂર કરવો તંત્ર માટે
માથાનો દુઃખાવા સમાન બન્યો છે કાટમાળ દૂર કરવાની કામગીરી ખુબ લાંબી ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે, આ હાઇવે
ઉપર નાના મોટા અને કાચા પાકા લગભગ ૩૦૦થી વધુ દબાણો નડતરરૃપ છે તે દૂર કરવા માટે
મેગા ઓપરેશન આગામી ચારથી પાંચ દિવસ ચાલે તો નવાઇ નહીં.