અરવલ્લીમાં નિવૃત્ત PSIએ દીકરા સાથે વરઘોડા પર કર્યું ફાયરિંગ, 9 વર્ષની બાળકી સહિત ત્રણ લોકો ઈજાગ્રસ્ત
Aravalli Crime: ગુજરાતના અરવલ્લી જિલ્લામાં ગોળીબારની ઘટના સામે આવી છે. ભિલોડાના ભાણમેર ગામમાં વરઘોડા દરમિયાન ફાયરિંગ કરવામાં આવ્યું હતું. નિવૃત્ત PSI કનૈયાલાલ બરંડા અને તેમના દીકરા વૈભવે સર્વિસ રિવોલ્વરથી 5-6 રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું. જેમાં એક 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
ફાયરિંગમાં 3 લોકો ઈજાગ્રસ્ત
અરવલ્લીમાં ભાણભેર ગામમાં વરઘોડામાંથી પરત ફરી રહેલા લોકો પર અચાનક ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ ફાયરિંગ નિવૃત્ત PSI કનૈયાલાલ બરંડા અને તેમના દીકરા વૈભવે સર્વિસ રિવોલ્વરથી લોકો પર 5-6 રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. જેમાં એક 9 વર્ષની બાળકી, એક આધેડ અને એક યુવક ઈજાગ્રસ્ત થયો છે. ફાયરિંગના કારણે ત્યાં નાસભાગ મચી ગઈ હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે ભિલોડા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જો કે, તબિયત લથડતા તેમને હિંમતનગરની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ મોટો નિર્ણય : ચંડોળા તળવામાં રહેતા બાંગ્લાદેશી સિવાયના લોકોને EWS આવાસ ફાળવાશે
પોલીસે હાથ ધરી તપાસ
ઘટનાની જાણ થતાં ભિલોડા પોલીસ અને એલસીબીની ટીમ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. હાલ, ફાયરિંગ કરનાર બંને પિતા-પુત્ર સામે FIR દાખલ કરવામાં આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર, હુમલાનું કારણ જૂની અદાવત હોવાનું સામે આવ્યું છે. જોકે, સમગ્ર મામલે પોલીસે સ્થાનિકોના નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.