Get The App

સગીરા પર દુષ્કર્મ આચરનાર અરવલ્લીના બાયડના આરોપીને 20 વર્ષની સખત કેદ

Updated: Jan 31st, 2026

GS TEAM

Google News
Google News
સગીરા પર દુષ્કર્મ આચરનાર અરવલ્લીના બાયડના આરોપીને 20 વર્ષની સખત કેદ 1 - image

- કપડવંજ સેશન્સ (સ્પે. પોક્સો) કોર્ટેનો ચુકાદો 

- ભોગબનનારને રૂપિયા ચાર લાખ ચૂકવવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને કોર્ટ દ્વારા આદેશ કરાયો 

કપડવંજ : કપડવંજની સેશન્સ (સ્પે. પોક્સો) કોર્ટે સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરી જવાના અને તેની પર દુષ્કર્મ આચરવાના ગંભીર ગુનામાં આરોપી કિરણસિંહ જયંતિભાઈ ઝાલાને તકસીરવાર ઠેરવી ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. આ સાથે જ કોર્ટે ભોગબનનાર સગીરાને રૂ. ૪ લાખનું વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યોે છે.

બાયડ તાલુકાના વાડીનાથ ગામનો ૨૧ વર્ષીય આરોપી કિરણસિંહ ઝાલા (ઉં.વ.૨૧, રહે. વાડીનાથ, તાબે, લાંક, તા. બાયડ, જિ. અરવલ્લી)એ તારીખ ૧૬-૦૫-૨૦૨૪ના રોજ હેમતાજીના મુવાડા ગામની ૧૬ વર્ષની સગીરાને ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી હતી. આરોપી સગીરાને પોતાના મોટરસાયકલ પર બેસાડી મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના લકડીપોયડા ગામે પોતાના મામાના ઘરે લઈ ગયો હતો અને ત્યાં ૧૫ દિવસ સુધી રાખી સગીરા પર ગુનો આચર્યોે હતો. આ અંગે કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.આ કેસ મામલે કપડવંજની કોર્ટે સુનાવણી હાથ ધરી હતી. જેમાં કોર્ટ દ્વારા આરોપીને પોક્સો એક્ટ હેઠળ ૨૦ વર્ષની સશ્રમ કેદ અને રૂ. ૫,૦૦૦નો દંડ, ઈ.પી.કો. કલમ હેઠળ ૪ વર્ષની સાદી કેદ અને રૂ. ૨,૫૦૦નો દંડ કરાયો છે. તેમજ ગુજરાત વિક્ટિમ કોમ્પેન્સેશન સ્કીમ-૨૦૧૯ મુજબ ભોગબનનારને રૂ. ૪,૦૦,૦૦૦ ચૂકવવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, ખેડા-નડિયાદને આદેશ કરાયો છે.