જામનગર આઈ.ટી.આઈ.માં આગામી 13 ઓકટોબરે એપ્રેન્ટીસ ભરતીમેળો યોજાશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આ.ટી.આઈ.), જામનગર દ્વારા એપ્રેન્ટીસશીપ કરવા માંગતા યુવાનો માટે આગામી તા. 13-10-2025 સોમવારના રોજ એપ્રેન્ટીસ ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ ભરતીમેળામાં મોટી સંખ્યામાં વિવિધ ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ હાજર રહેવાના છે અને આ નોકરીદાતાઓ દ્વારા સ્થળ પર જ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે.
આ ભરતીમેળામાં હાજર રહેવા માંગતા ઉમેદવારોએ સવારે 10:00 કલાકે આઈ.ટી.આઈ. કેમ્પસ, જામનગરના સેમિનાર હોલ, ચોથો માળ ખાતે હાજર રહેવા જણાવવામાં આવે છે. ઉમેદવારોએ તેમની પસંદગી પ્રક્રિયામાં સરળતા રહે તે માટે બાયો ડેટા, શૈક્ષણિક તેમજ અનુભવની લાયકાત અંગેના પ્રમાણપત્રોની નકલ તેમજ ફોટોગ્રાફ સાથે અચૂક હાજર રહેવા તેમજ જામનગરના તમામ યુવાનોને આ તકનો લાભ લેવા માટે આઈ.ટી.આઈ.ના આચાર્ય દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.








