વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઈઝેશનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે લોક ગાયક કિર્તીદાન ગઢવીની નિયુક્તિ
- અમેરિકામાં કરેલા કાર્યક્રમોમાં ડોલરનો વરસાદ, કન્યા કેળવણી પાછળ ખર્ચ કરીશ: કિર્તીદાન

વડોદરા, તા. 29 નવેમ્બર 2021 સોમવાર
અમેરિકાની ધરતી પર ગુજરાતને વધુ એક કીર્તિ પ્રાપ્ત થઈ છે.લોક ગાયક કિર્તીદાન ગઢવી વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશનના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે.
ગઈકાલે ભાજપના આગેવાન સતીશ ખેરવાડી અને વડોદરા ફાયર બ્રીગેડ ના પૂર્વ ચીફ ઓફિસર હિતેશ ટાપરિયા ના નિવાસ્થાને કિર્તીદાન ગઢવી નું સ્વાગત કરવામાં આવ્યું હતું.
કિર્તીદાન ગઢવીએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વિદેશમાં મારું સન્માન એ ગુજરાત નું સન્માન અને ગુજરાતના કલાકારોનું સન્માન છે. અમેરિકામાં જે રીતના સન્માન કરવામાં આવ્યું હતું તે આશ્ચર્ય થઇ ગયા હતા.

તેમણે જણાવ્યું હતું કે અમેરિકામાં જે રીતે મારા કાર્યક્રમમાં સ્વાગત થતું હતું અને ગુજરાતી લોકગીતો ઉપર આપણા ગુજરાતીઓ એ જે રીતે ડોલરનો વરસાદ વરસાવ્યો હતો.
તેમાંથી રૂ. દોઢ કરોડ જેવી રકમ ઉછાળી છે સો કરોડ થાય તેવી મારી મહેચ્છા છે કે, તમામ રૂપિયામાંથી ગુજરાત કન્યા કેળવણી માટે ખર્ચ કરીશ. તેમજ દીકરીઓને હું મદદ કરીશ કોઈપણ રીતે ભણતરને લઇને તમામ રીતે મદદ કરીશ એવું મારું લક્ષ્ય છે.

