Get The App

ટ્યુશન ક્લાસ માટે નવા નિયમોની તૈયારી સામે સંચાલકો દ્વારા વડોદરા જિલ્લા કલેકટરને આવેદન પત્ર

Updated: Nov 4th, 2025

GS TEAM

Google News
Google News
ટ્યુશન ક્લાસ માટે નવા નિયમોની તૈયારી સામે સંચાલકો દ્વારા વડોદરા જિલ્લા કલેકટરને આવેદન પત્ર 1 - image


Vadodara : સુપ્રીમ કોર્ટના ચુકાદાથી રાજ્ય સરકાર દ્વારા ટ્યુશન ક્લાસ વિરુદ્ધ બનાવવામાં આવેલા કાયદા સામે શહેરના ટ્યુશન ક્લાસ સંચાલકો દ્વારા વિરોધ કરીને જિલ્લા કલેકટર સહિત વડોદરાના તમામ ધારાસભ્યોને આવેદનપત્ર આપી ઘટતું કરવા અરજ ગુજારી છે. 

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે ખાનગી કોચિંગ અને ટ્યુશન ક્લાસીસના યોગ્ય નિયમનના હેતુથી માર્ગદર્શિકા બહાર પાડવાનું સૂચન કર્યું હતું. જેથી રાજ્ય સરકારે આ અંગે આગામી સપ્તાહમા હુકમ લાવવા તૈયારી કરી છે. જેથી શહેરના ટ્યુશન ક્લાસ સંચા લોકોમાં ચિંતા અને ફફડાટ ફેલાયો છે. 

સરકાર દ્વારા નિયમો અંગે વિચારણા શરૂ કરી છે. જેમાં રાજ્યના તમામ ટ્યુશન ક્લાસીસ માટે ફરજિયાત નોંધણી તથા ફરજિયાત BU પરવાનગી અને ફાયર સલામતી અંગે એનઓસી મેળવવાના નિયમોનું કડક પણે પાલન તથા 16 વર્ષથી ઓછી ઉંમરના અથવા ધો.10થી નીચેના વિદ્યાર્થીઓના પ્રવેશ અંગે પ્રતિબંધ ઉપરાંત વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય માટે અલાયદી જોગવાઈનું પાલન સહિત ફી અને રિફંડ અંગે મનમાની સામે નિયંત્રણ જેવા કેટલાક ફેરફારો સરકારની વિચારણામાં હોવાની શક્યતા છે.

 આ અંગે બરોડા એકેડેમિક એસોસિએશન દ્વારા સુપ્રીમ કોર્ટના ચુકાદાને લક્ષમાં લઈને રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં વટહુકમ દ્વારા ટ્યુશન ક્લાસ વિરુદ્ધ કડક કાયદો બનાવવાનું વિચારણા હેઠળ છે. 

જેથી નારાજ બરોડા એકેડેમિક એસોસિએશનના નેજા હેઠળ શહેરના 150થી વધુ ટ્યુશન ક્લાસ સંચાલકોની તાકીદની બેઠક યોજાઈ હતી. 

જેમાં ઉપસ્થિત સંચાલકોએ ખાસ કરીને સલામતીના કડક નિયમો અને પ્રવેશ મર્યાદા અંગે ચિંતા દર્શાવી હતી. 

સુપ્રીમ કોર્ટ મુજબ ટ્યુશન ક્લાસ સંચાલકોએ કરવાના પરિવર્તનો અંગે બેઠકમાં ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા ટ્યુશન ક્લાસ સંચાલકોને નવા કાયદા અને નિયમો અંગે વિશે જાણકારી આપી હતી. જોકે કેટલાક ટ્યુશન સંચાલકો દ્વારા સરકારના આવનારા નિયમોને આવતા રહ્યા હતા પરંતુ વ્યવસાયિક મુશ્કેલીઓનો સામનો કરવા માટે વ્યુહ રચના તૈયાર કરવા ચર્ચા કરવામાં આવી હતી. જેના અનુસંધાને બરોડા એકેડેમી એસોસિએશન દ્વારા ટ્યુશન ક્લાસ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના ચુકાદાને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા ટ્યુશન સંચાલકો સામે કડક કાયદો બનાવવા તૈયારી આદરી છે. પરિણામે આ અંગે બરોડા એકેડેમી એસોસિએશનના 150થી વધુ ટ્યુશન સંચાલકોએ સરકાર દ્વારા વિચારણા હેઠળમાં કેટલાક નિયમોમાં ફેરફાર જરૂરી હોવા અંગે જિલ્લા કલેકટર સહિત તમામ ધારાસભ્યોને આવેદનપત્ર આપીને ઘટતું કરવા જણાવ્યું છે. 

આ અંગે કલેક્ટર કચેરીએ આજે મોટી સંખ્યામાં એકત્ર ટ્યુશન ક્લાસ સંચાલકો એકત્ર થયા હતા. જ્યાં બરોડા એકેડેમિક એસોસિયેશન દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને તમામ ધારાસભ્યો માટેના આવેદનપત્રો પણ કલેકટરને સોંપવામાં આવ્યા હતા.

Tags :