Gujarat

ધો. 10 અને 12 ની સામાન્ય પરીક્ષાના આવેદનપત્રો ભરવાનો પ્રારંભ

By GS TEAM
8 Nov 20251 min read
ધો. 10 અને 12 ની સામાન્ય પરીક્ષાના આવેદનપત્રો ભરવાનો પ્રારંભ

- શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાલક્ષી તૈયારી શરૂ

- આગામી તા.6  ડિસેમ્બર સુધી બોર્ડની સાઇટ પર ઓનલાઇન આવેદનપત્ર ભરી શકાશે

ભાવનગર : રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાલક્ષી તૈયારી શરૂ કરાઇ છે. જ્યારે ધો.૧૦ અને ૧૨ની જાહેર પરીક્ષાના આવેદનપત્રો ભરવા આજથી સાઇટ ઓપન કરાઇ છે જે તા.૬ ડિસેમ્બર સુધીમાં ફોર્મ ભરી શકાશે.

ધો.૧૦, સંસ્કૃત પ્રથમા, ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી પ્રવાહ તથા સંસ્કૃત મધ્યમાની ફેબુ્રઆરી-૨૦૨૬થી યોજાનાર બોર્ડની જાહેર પરીક્ષાના આવેદનપત્રો રેગ્યુલર ફી સાથે ઔઓનલાઇન તા.૭-૧૧ના રોજથી તા.૬ ડિસેમ્બરના રોજ રાત્રીના ૧૨ કલાક સુધી બોર્ડની વેબસાઇટ પરથી ભરી શકાશે. ધો.૧૦, સંસ્કૃત પ્રથમા, ધો.૧૨ વિજ્ઞાાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી પ્રવાહ તથા સંસ્કૃત મધ્યમાના તમામ (નિયમિત, પુનરાવર્તિત (રિપીટર) તથા પૃથ્થક વિદ્યાર્થીઓના આવેદનપત્રો ફરજીયાત ઓનલાઇન ભરવા જણાવાયું છે.