Gujarat
વડોદરા RTOમાં સર્વર ડાઉન થતા અરજદારો પરેશાન : ડ્રાઇવિંગ ટેસ્ટ માટે પહોંચેલા લોકોને ધક્કો પડ્યો
By GS TEAM
13 Apr 20261 min read
વડોદરાના દરજીપુરા વિસ્તારમાં આવેલી પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (આરટીઓ) ખાતે આજે ટેક્નિકલ ખામીના કારણે અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara RTO Office : વડોદરાના દરજીપુરા વિસ્તારમાં આવેલી પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (આરટીઓ) ખાતે આજે ટેક્નિકલ ખામીના કારણે અરજદારોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.
જીસ્વાન સર્વરની કનેક્ટિવિટી ખોરવાતા ડ્રાઇવિંગ ટેસ્ટનું સમગ્ર કામકાજ ઠપ થઈ ગયું હતું. ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર ટેસ્ટ આપવા માટે દૂર દૂરથી આવેલા અરજદારોને લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી. કચેરી બહાર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી, જેના કારણે અરજદારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
ઘણા અરજદારોએ જણાવ્યું હતું કે તેઓ સમયસર ટેસ્ટ આપવા માટે પહોંચ્યા જો કે સર્વર ડાઉન હોવાને કારણે કામ થઈ શક્યું નહોતું, જેના કારણે સમયનો વ્યય થયો હતો.