Get The App

પહેલીવાર IIM અમદાવાદમાં ભારતીય વિદ્યાર્થીઓને એપલે રિક્રુટર તરીકે 90 જોબ રોલ્સ ઓફર કર્યા

Updated: Nov 5th, 2025

GS TEAM

Google News
Google News
પહેલીવાર IIM અમદાવાદમાં ભારતીય વિદ્યાર્થીઓને એપલે રિક્રુટર તરીકે 90 જોબ રોલ્સ ઓફર કર્યા 1 - image


IIM Ahmedabad News: એક તરફ અમેરિકાની ટ્રમ્પ સરકાર ભારતીય વિદ્યાર્થીઓને વિવિધ નિયમો થકી આંચકા આપી રહી છે ત્યારે IIM અમદાવાદના પ્લેસમેન્ટમાં એપલે એન્ટ્રી મારતાં મેનેજમેન્ટ જગતમાં આશ્ચર્ય જોવા મળ્યું છે. 

100 ટકા પ્લેસમેન્ટ સાથે IIM -અમદાવાદે પોતાના આ વર્ષે સમર પ્લેસમેન્ટ પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામ-2027 પૂર્ણ કર્યો હતો. જેમાં આ વખતે જાણીતા રિક્રૂટર તરીકે એપલે પણ એન્ટ્રી કરી હતી. જે પ્રથમવાર હતી. એપલની એન્ટ્રી થતાં IIM-અમદાવાદ ઉપરાંત અનેક મેનેજમેન્ટ વર્તુળોમાં આશ્ચર્ય જોવા મળ્યું હતું. આ ઉપરાંત પ્રથમવાર એન્ટ્રી મારનારા ગ્રૂપમાં હીરો મોટો કોર્પો, એસકેએફ ઇન્ડિયા, ઇન્ટરનલ ગ્રૂપ અને અલ્ટીમેટ ક્રોનોસ ગ્રૂપનો સમાવેશ થયો હતો. 

સોમવારના રોજ ત્રીજા અને છેલ્લા ક્લસ્ટરમાં 90થી વધુ વિવિધ પ્રકારના જોબ રોલ્સ ઓફર કરવામાં આવ્યા હતા. જેમાં ક્લસ્ટર-3 પ્રોસેસમાં 14 સમૂહ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સમૂહમાં કન્ઝ્યુમર ટૅક્નોલૉજી, ગેમિંગ સ્પોટ્‌ર્સ, કન્ઝ્યુમર ઈલેટક્ટ્રોનિક્સ, એન્ટરપ્રાઇઝ ટૅક્નોલૉજી, બૅન્કિંગ અને ઇન્સ્યોરન્સ, એનાલિટિક્સ અને આઇટી કન્સલ્ટન્ટ્‌સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એજ્યુકેશન ટૅક્નોલૉજી, રિન્યૂએબલ એનર્જી ગ્રીન એનર્જી, ગ્રીન ટૅક્નોલૉજી, સોશિયલ એન્ટરપ્રાઇઝ, રિઅલ એસ્ટેટ, ફૂટ એન્ડ ડેરી અને એનજીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 

ટૅક્નોલૉજીના વિવિધ કંપની સમૂહમાં એડોબ, એપલ, માઇક્રોસોફ્‌ટ, મીડિયાનેટ, સેલ્સફોર્સ અને સ્પ્રિન્કલરે વિવિધ ઓફર કર્યા હતા. જે રીતે બજારમાં ફૂડ લોજીસ્ટિક અને ઈકોમર્સ વેબસાઇટની સ્થિતિ બદલાઈ છે તે પ્રમાણે ઇન્ટરનલ, ઝોમેટો અને સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ કેટેગરીમાં ભાગ લીધો હતો. 

ત્રીજા ક્લસ્ટરના અંતે IIMએ ફુલ પ્લેસમેન્ટનો રૅકોર્ડ તોડી નાંખ્યો હતો. આ વખતે IIMમાં હાઇબ્રિડ મોડમાં પ્લેસમેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઓનલાઇન અને ઓફલાઇન કંપનીઓએ ભાગ લઈને વિવિધ ઓફર્સ રજૂ કરી હતી. પ્રથમ ક્લસ્ટરમાં 80 રોલ્સ અને બીજા ક્લસ્ટરના અંતે 60 રોલ્સ ઓફર કરવામાં આવતાં ગયા વર્ષ કરતાં આ વર્ષે IIMમાં અનેક ઇન્ટરનેશનલ બ્રાંડે ભાગ લો હતો. પ્રથમ પાંચ રિક્રૂટર તરીકે એક્સેન્ટર સ્ટ્રેટેજી, બોસ્ટોન કન્સલ્ટીંગ ગ્રૂપ, મેકકિન્સિ એન્ડ કંપની, બેઇન એન્ડ કંપની અને કિઅર્નિનો સમાવેશ થાય છે.

Tags :