જીવન રક્ષક દવાઓનો સ્ટોક વધારે રાખવા વેપારીઓને અપીલ
હાલમાં પાકિસ્તાન સાથેની યુદ્ધ જેવી સ્થિતિમાં દવાના વેપારીઓ દ્વારા જીવન રક્ષક દવાઓનો સ્ટોક વધારવા નિર્ણય કર્યો છે.
ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આતંકવાદીઓએ નિર્દોષ ૨૮ વ્યક્તિઓની હત્યા રી હતી. પરિણામે સમગ્ર દેશની પ્રજા સહિત રાજકીય ક્ષેત્ર પણ ભારે વિરોધ થયો હતો અને પાકિસ્તાનને પાઠ ભણાવવા તમામ રાજકીય પક્ષોએ પણ ટેકો આપ્યો હતો. પરિણામે ઓપરેશન સિંદૂર ત્રણ દિવસથી ચાલે છે. દરમિયાન દવા ઉદ્યોગ ક્ષેત્રે વેપારીઓએ જીવન રક્ષક દવાઓનો સ્ટોક વધારવા નિર્ણય કર્યો છે. આ અંગે દવાઓનું લીસ્ટ પણ વેપારીઓને આગામી દિવસોમાં પહોંચતું કરાશે.