બીસીએની 88મી એજીએમની તૈયારીના ભાગરૂપે એપેક્ષ કાઉન્સિલની બેઠક યોજાઈ
ટૂંક સમયમાં બીસીએ ચૂંટણી અને વાર્ષિક સામાન્ય સભાની તારીખ જાહેર કરાશે
બીસીએ ઓફિસ ખાતે આજરોજ આગામી 88મી વાર્ષિક સામાન્ય સભાની તૈયારીના ભાગરૂપે સમીક્ષા હેતુ બરોડા ક્રિકેટ એસોસિએશનની એપેક્ષ કાઉન્સિલની બેઠક મળવા પામી હતી.
બેઠકમાં એજીએમ માટે સેક્રેટરી અને ટ્રેઝરના રિપોર્ટ, વર્ષ 2024 - 25ના હિસાબો, ઓડિટ રિપોર્ટ અને વર્ષ 2025 - 26ના પ્રસ્તાવિત વાર્ષિક બજેટને કાઉન્સિલે મંજૂરી આપી હતી. વર્ષ દરમિયાન કોઈ ફરિયાદ ન હોવાથી ઓમ્બુડસમેન (લોકપાલ) અને એથિક (નૈતિકતા) અધિકારીના રિપોર્ટને ક્લિનચિટ આપવામાં આવી હતી. તેમજ વર્ષ 2025 - 26 માટે સ્ટેચ્યુટરી (વૈધાનિક )ઓડિટર્સ , લોકપાલ અને નૈતિકતા અધિકારીની નિમણુકની પુષ્ટિ કરવામાં આવી હતી. અધ્યક્ષ અને સેક્રેટરી ટૂંક સમયમાં બીસીએ ચૂંટણી અને વાર્ષિક સામાન્ય સભાની તારીખ જાહેર કરશે.