Get The App

એમ.ડી ડ્રગ્સ કેસમાં ફરાર આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર

Updated: Dec 12th, 2025

GS TEAM

Google News
Google News
એમ.ડી ડ્રગ્સ કેસમાં ફરાર આરોપીની આગોતરા જામીન અરજી નામંજૂર 1 - image

શહેરના કારેલીબાગ પોલીસ મથકે નોંધાયેલા એનડીપીએસ કેસમાં ફરાર આરોપી સરફુ મુસ્તાક અલી પઠાણ (રહે- જમનાબાઈ હોસ્પિટલની પાછળ)ની આગોતરા જામીન અરજી કોર્ટે નામંજૂર કરી છે.

એસઓજીની ટીમે ગઈ તા. ૧૭ નવેમ્બરે મચ્છીપીઠ ખાતે દરોડો પાડી રૂ. ૧.૭૯ લાખની કિંમતનું ૫૮ ગ્રામ ૭૦૦ મિલીગ્રામ એમ.ડી. ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આ ગુનામાં રફીક ઇકબાલ મલેકની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે ડ્રગ્સ સપ્લાયર તરીકે સરફુ પઠાણનું નામ સામે આવતા તેને ફરાર જાહેર કરવામાં આવ્યો હતો.

ફરાર સરફુ પઠાણે એડિ. સેશન્સ જજની કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. સરકારી વકીલે દલીલ કરી હતી કે, મુખ્ય આરોપી રફીક મલે કે એમડી ડ્રગ્સ સરફુ પઠાણ પાસે થી મેળવ્યું હોવાની કબૂલાત કરી છે. જામીન મળે તો અરજદાર તપાસમાં સહકાર ન આપે તેવી શક્યતા છે અને હાલ યુવાનોમાં નશીલા પદાર્થોના વ્યસન સાથે સંબંધિત પ્રવૃત્તિમાં વધારો થઈ રહ્યો છે, તેથી જામીન આપવા યોગ્ય નથી.

કોર્ટમાં રજૂ થયેલા સોગંદનામામાં રિક્ષા ડ્રાઈવરે બંને આરોપીઓ વચ્ચે મુદ્દામાલની લેવડદેવડ કેવી રીતે થઈ હતી તેની વિગત આપી છે. ઉપરાંત, બંને આરોપીઓ વચ્ચે છ વખત ફોન પર સંપર્ક થયો હોવાની નોંધ પણ તપાસમાં સામે આવી છે. ગુનાની તપાસ માટે અરજદારની કસ્ટડી જરૂરી હોઈઆગોતરા જામીન અરજી ના મંજૂર કરવામાં આવી છે.