Vadodara : વડોદરા શહેરના કમાટીબાગ વિસ્તારમાં આવેલા નવનાથ પૈકી કામનાથ મહાદેવ મંદિરમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ તોડફોડ કરતાં ભક્તોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.
આજે સોમવારે સવારે મંદિરના મહારાજ તેમજ ભક્તો આરતી અને દર્શનાર્થે મંદિરમાં પહોંચ્યા ત્યારે ખાળકુવાની પાઇપો, મંદિરના ઓટલા, મંદિરની લાઇટો વગેરે વસ્તુઓની તોડફોડ કરેલી જણાઈ હતી. આ તોડફોડ રાત્રે અંધારામાં થઈ હોવાનું પ્રાથમિક જણાય છે મંદિરમાં અગાઉ પણ આવી તોડફોડ થઈ હતી જોકે કોણે તોડફોડ કરી તે હજી સુધી જાણવા મળ્યું નથી. મંદિરના મહારાજના જણાવ્યા મુજબ કેટલાક નશીબાજો મંદિરમાં આવીને આવી તોડફોડ કરેલી વસ્તુઓ ચોરીને લઈ જાય છે અને તેને વેચી દેતા હોય છે.


