મચ્છરજન્ય રોગ અટકાવવા કાર્યવાહી , ગુજરાત હાઈકોર્ટની ઓનગોઈંગ સાઈટમાંથી મચ્છર મળતા પાંચ હજાર દંડ ફટકારાયો

અમદાવાદ,મંગળવાર,15 જુલાઈ,2025
અમદાવાદમાં મચ્છરજન્ય રોગ અટકાવવા શહેરમાં આવેલી
કન્સ્ટ્રકશન સાઈટ ઉપરાંત શૈક્ષણિક સંસ્થા સહીતના એકમમાં મચ્છર અને તેના પોરાને લઈ
તપાસ કરાઈ હતી. ૨૪૫ એકમને નોટિસ આપી રૃપિયા ૪.૬૯ લાખનો દંડ વસૂલ કરાયો હતો. ગોતા વોર્ડમાં ગુજરાત હાઈકોર્ટની ઓનગોઈંગ
સાઈટમાંથી મચ્છર મળી આવતા સાઈટના કોન્ટ્રાકટરને નોટિસ આપી રુપિયા પાંચ હજારનો દંડ
ફટકારાયો છે.સેંટ ઝેવિયર્સ સ્કૂલ,
સરદારનગરને રુપિયા ૨૫ હજાર,
સેંટ ઝેવિયર્સ કોલેજ,નવરંગપુરાને
દસ હજાર તથા બોડકદેવ વોર્ડમાં આવેલી લી મેરીયન હોટલને રુપિયા પંદર હજારનો દંડ
કરાયો હતો.
મંગળવારે કોર્પોરેશનના હેલ્થ-મેલેરિયા વિભાગની વિવિધ ટીમોએ
જુદા જુદા વિસ્તારમાં આવેલા ૭૦૨ એકમમા
મચ્છર અને તેના પોરાંને લઈ સઘન તપાસ કરી હતી.દરમિયાન આ એકમના ટેરેસ ઉપર રાખેલા
ભંગારમાં, ફુલ-છોડના
કુંડામાં, ઓવરહેડ
તથા અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકીમાં,
ફ્રીજની ટ્રેમાં, લિફટના
ખાડામાં,ભોંયરામાં
અને પક્ષી ચાટ તેમજ કુલર વગેરેમાંથી મચ્છર અને તેના પોરાં મળી આવતા કાર્યવાહી
કરવામાં આવી હતી.
કોને કેટલી રકમનો દંડ કરાયો?
સંસ્થા દંડની
રકમ
વસાણી સ્કૂલ,ઠકકરનગર ૨૦,૦૦૦
સેંટ મેરી સ્કૂલ,ગોતા ૧૦,૦૦૦
દેવસ્ય સ્કૂલ,વસ્ત્રાલ ૧૦,૦૦૦
એરોમા કોમર્સ કોલેજ
૭,૦૦૦
દુન ઈ સ્કૂલ,રામોલ ૮,૦૦૦
મહાત્મા વિલા સ્કૂલ ૬,૦૦૦
વિશ્વકર્મા કોલેજ,ચાંદખેડા
૫,૦૦૦
એચ.૩ સ્કૂલ,મોટેરા ૫,૦૦૦
ડિવાઈન લાઈફ સ્કૂલ
૫,૦૦૦
મિસ્કી પેટ્રોલ પમ્પ,બહેરામપુરા ૮,૦૦૦
હાઈકોર્ટ એડમીન બિલ્ડિંગ
બાંધકામ ૫,૦૦૦
ગુજરાત હાઈકોર્ટ પાર્કીંગ અને બાજુના પ્લોટમાંથી મચ્છર
મળ્યા
ઉત્તર-પશ્ચિમ ઝોનના ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડોકટર સંકેત પટેલે
એક વાતચીતમાં કહયુ, મચ્છરજન્ય
રોગ નિયંત્રણ કાર્યવાહી દરમિયાન ગુજરાત હાઈકોર્ટના પાર્કીંગ અને બાજુના પ્લોટમાંથી
મચ્છર મળતા નોટિસ આપી કાર્યવાહી કરાઈ હતી.
ઓનગોઈંગ કન્સ્ટ્રકશન સાઈટ છે-મેડીકલ ઓફિસર હેલ્થ
કોર્પોરેશનના ઈન્ચાર્જ મેડીકલ ઓફિસર ડોકટર ભાવિન સોલંકીના
કહેવા મુજબ, આ
ઓનગોઈંગ કન્સ્ટ્રકશન સાઈટ છે અને સંબંધિત કોન્ટ્રાકટરને નોટિસ અપાઈ છે.








