વડોદરામાં ચાર દિવસમાં વધુ એક વાહન ચોર પકડાયો, બ્રિજ નીચે છુપાવેલા ત્રણ ટુ વ્હીલર કબજે
Vadodara Vehicle Theft : વડોદરા પોલીસ ચાર દિવસમાં વધુ એક વાહનચોરને ઝડપી પાડી બે મહિના દરમિયાન ચોરેલા ત્રણ સ્કૂટર કબજે કર્યા છે.
વડોદરા શહેરમાં બ્રિજ નજીક વાહનો પાર્ક કરી નોકરીએ જતા વાહન ચાલકોના વાહનો ચોરી થવાના બનાવો બનતા હોવાથી પોલીસે સીસીટીવી ફૂટેજ દ્વારા તપાસ કરી હતી.
જે દરમિયાન ચાર દિવસ પહેલા એક અઠંઘ વાહન ચોર પાસે 15 દિવસમાં ચોરેલા 6 ટુ વ્હીલર મળી આવ્યા હતા. ત્યારબાદ પોલીસે પંજાબના વતની અને માંજલપુર અલવાનાકા વિસ્તારમાં દેવલ નગરમાં રહે મતા દિલબાગ સિંગ અઠવાલને ઝડપી પાડ્યો છે.
પોલીસે વાહન ચોર પાસે બાઈકના કાગળ માંગતા મળી આવ્યા ન હતા. અને આ બાઈક ચોરી કર્યાની વિગતો ખુલી હતી. તપાસ દરમિયાન ગોત્રી અને કપુરાઈ વિસ્તારમાંથી વધુ બે સ્કૂટર પણ ચોરી કર્યા હોવાની માહિતી બહાર આવી હતી. ચોરી કરેલા સ્કૂટર વડસર બ્રિજ નજીક છુપાવી રાખ્યા હોવાથી પોલીસે કબજે કર્યા હતા.