Gujarat

ભુવાનગરી બનેલી સંસ્કાર નગરીમાં કારેલીબાગ ચેપી રોગના દવાખાના પાસે વધુ એક ભુવો પડ્યો

By GS TEAM
9 Jun 20261 min read
TukuTouch Logo
વડોદરા શહેરના કારેલીબાગ ચેપી રોગ દવાખાનાની પાસે વધુ એક ભુવો પડ્યો છે જેની જાણ થતાં કોર્પોરેશનના તંત્ર દ્વારા ભુવા પુરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ભુવાનગરી બનેલી સંસ્કાર નગરીમાં કારેલીબાગ ચેપી રોગના દવાખાના પાસે વધુ એક ભુવો પડ્યો

Vadodara Potholes : વડોદરા શહેરના કારેલીબાગ ચેપી રોગ દવાખાનાની પાસે વધુ એક ભુવો પડ્યો છે જેની જાણ થતાં કોર્પોરેશનના તંત્ર દ્વારા ભુવા પુરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

સંસ્કાર નગરી છેલ્લા કેટલાય વખતથી ભુવા નગરી તરીકે પણ બદનામ થયેલી છે. સામાન્ય રીતે ચોમાસામાં વધુ વરસાદના કારણે કેટલાક સ્થળે જમીન બેસી જતા ભુવા પડતા હોય છે પરંતુ વડોદરામાં હજી ચોમાસાની વાર છે છતાં પણ હવે ગમે તે સિઝનમાં ગમે તે જગ્યાએ ભુવા પડવાનું સામાન્ય બની ગયું છે. ત્યારે તાજેતરમાં જ કારેલીબાગ જીવન ભારતી સ્કૂલ સામે પડેલા ભુવાનું રીપેરીંગ થયાની શાહી હજી સુકાઈ જ નથી ત્યાં કારેલીબાગ ચેપી રોગના દવાખાના પાસે આજે સવારે વધુ એક ભુવો પડ્યો હતો.

વડોદરા શહેરમાં ચોમાસા દરમિયાન અવારનવાર ભુવા પડી રહ્યા હતા જ્યારે હવે ઉનાળામાં પણ ભુવા પડવાનો જારી રહ્યો છે. કોર્પોરેશનના તંત્રને કારેલીબાગ ચેપી રોગના દવાખાના પાસે પડેલા ભુવાની જાણ થતા બેરીકેડ મૂકીને ભુવા પુરવાની કામગીરી શરૂ કરી હતી.