app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

ચંદ્રયાન-3ની ડિઝાઈન બનાવવાનો દાવો કરનાર કથિત વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદીની વધુ એક પોલ ખુલ્લી પડી

પોલીસે મિતુલે જે શૈક્ષણિક સંસ્થાઓમાં સેમિનાર કર્યા તે સંસ્થાઓને પોલીસે નોટીસ પાઠવી

Updated: Sep 1st, 2023



સુરતઃ ચંદ્રયાન-3ની ડિઝાઈન પોતે બનાવી હોવાનો દાવો કરનારા ઈસરોના કથિત વૈજ્ઞાનિક મિતુલ ત્રિવેદીની ધરપકડ બાદ વધુ ખુલાસા થઈ રહ્યાં છે. સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા મિતુલ ત્રિવેદીની ધરપકડ કરાયા બાદ હવે તેણે કેમ્બ્રિજ યુનિ.નું સર્ટિફિકેટ પણ બોગસ બનાવ્યાનો ખુલાસો થયો છે.

નર્મદા યુનિવર્સિટીમાં 2021માં સેમિનાર કર્યો હતો

પ્રાપ્ત વિગતો પ્રમાણે પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, મિતુલ ત્રિવેદીએ UKની કેમ્બ્રિજ યુનિ.ના નામે બોગસ ડિગ્રી બનાવી હતી. તેણે ઈસરોના 2 બોગસ એપોઇન્મેન્ટ લેટર બનાવ્યા હતા.ડૉક્ટર ઓફ ડિવિનીટી ઈન ક્વૉન્ટમ ફિઝીક્સનું બોગસ સર્ટી બનાવ્યું હતું.  મિતુલના મોબાઈલમાં બોગસ ડિગ્રી બનાવવાનું સામે આવતાં તેનો ફોન એફએસએલમાં મોકલવામાં આવ્યો હતો. તેણે સાયન્ટિસ્ટ બનીને નર્મદા યુનિવર્સિટીમાં 2021માં એક સેમિનાર પણ કર્યો હતો. તેણે જેટલી શાળા કોલેજોમાં સેમિનાર કર્યાં છે ત્યાં પોલીસે નોટીસ પાઠવી છે. 

મિતુલના પિતા રિટાયર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે

સુરતના મિતુલ ત્રિવેદી નામના વ્યક્તિએ એવો દાવો કર્યો કે તેઓ ઇસરોના વૈજ્ઞાનિક છે અને તેમના કારણે જ ભારતનું મૂન મિશન સફળ રહ્યું છે. મિતુલે ચંદ્રયાનના લેન્ડરની ડિઝાઈન પણ પોતે તૈયાર કરી હોવાનો દાવો કર્યો હતો. પોલીસે કહ્યું હતું કે, 'પ્રથમ દ્રષ્ટિએ આ દાવાઓ ખોટા છે.તેણે ઇસરોની બેંગલુરુ ઓફિસમાં ચંદ્રયાન-3ની ડિઝાઇન પર અને નાસામાં કામ કર્યું હોવાનો પણ દાવો કર્યો હતો. બીજી તરફ ઈસરો દ્વારા એવો ખુલાસો કરવામાં આવ્યો છે કે આવો કોઈ વ્યક્તિ તેમની સાથે નથી.મિતુલના પિતા અને ભાઈને બોલાવાયા છે. મિતુલના પિતા રિટાયર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. જ્યારે ભાઈ પ્રાઇવેટ નોકરી કરે છે.

Gujarat