Get The App

જૂનાગઢ જિલ્લાના 100 ગામનાં સ્થાનિક સ્વરાજને વધુ એક અંતરાય!

Updated: May 30th, 2025

GS TEAM


Google News
Google News
જૂનાગઢ જિલ્લાના 100 ગામનાં સ્થાનિક સ્વરાજને વધુ એક અંતરાય! 1 - image


સોગઠાં ગોઠવનારાઓએ ચૂંટણી લડવા રાહ જોવી પડશે  : વિસાવદરના 37, ભેસાણ 25, જૂનાગઢ તાલુકાના 38 ગામની બેઠકો માટે નવેસરથી ચૂંટણી પ્રક્રિયા થશે

જૂનાગઢ, : લાંબા સમયથી ચૂંટણી ઝંખતી ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખો જાહેર તો થઈ પરંતુ વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી હોવાથી જૂનાગઢ જિલ્લામાંથી વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ એ ત્રણ તાલુકાઓની કુલ 100 ગ્રામ પંચાયતમાં ચૂંટણી મુલતવી રાખવામાં આવી છે.

ગ્રામ્ય વિસ્તારમાં ચૂંટણીના બ્યુબલ ફૂકાઈ ગયા છે. આયોગે ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખ જાહેર કરી છે.જૂનાગઢ જિલ્લામાં નવ તાલુકાની 215 ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાવાની હતી. દાવેદારોએ પોતાના સોગઠા ગોઠવવાનું પણ શરૂ કર્યું હતું પરંતુ જૂનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી હોવાથી મુખ્યત્વે તમામ સ્ટાફ ચૂંટણી ફરજ પર રોકાયેલો છે, જેથી વિસાવદર વિધાનસભા વિસ્તારમાં સમાવિષ્ટ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી મુલતવી રાખવામાં આવી છે. વિસાવદર વિધાનસભા વિસ્તારમાં વિસાવદરના 37, ભેસાણના 25 અને જૂનાગઢ તાલુકાના 38 ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થઈ હતી. હવે ત્રણ તાલુકાઓની કુલ 100 ગ્રામ પંચાયતોમાં 22 જૂનના મતદાન થશે નહીં. વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી પૂર્ણ થયા બાદ ચૂંટણી આયોગ દ્વારા બાકી રહેલી ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજવા કાર્યક્રમ જાહેર કરાશે.  આમ ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થયા બાદ સ્થાનિક કક્ષાએ રાજકીય સોગઠા ગોઠવવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું પરંતુ હવે ચૂંટણી મોકૂફ રહેતા ફરીથી પ્રક્રિયા કરવી પડશે.

ત્રણ તાલુકાના કયા કયા ગામની ચૂંટણી રદ થઈ

વિસાવદર તાલુકોઃ ચાપરડા, લીલીયા, મોણપરી મોટી, રતાંગ, રાવણી મુડીયા, અંબાળા, બરડીયા, ભલગામ, ભૂતડી, જૂની ચાવંડ, છાલડા, દાદર, ઢેબર, દુધાળા, મોટા હડમતીયા, નાના હડમતીયા, જાંબુડી, જાવલડી, કાનાવડલા, ખીજડીયા, મોટા કોટડા, નાના કોટડા, માંણદીયા, માંગનાથ પીપળી, નાની મોણપરી, નવાણિયા, મોટી પીંડાખાઈ, પિયાવાગીર, રાવણી કુબા, વડાળા શેત્રંજ, રૂપાવટી. ભેસાણ તાલુકોઃ ભાટ ગામ, ધારીગુંદાળી, ગોરખપુર, ખારચીયા, બામણગઢ, ભેસાણ ડમરાળા, ઢોળવા,  ગળથ, ગોરવિયાળી, વિશળ હડમતીયા, કરીયા, માલીડા, માંડવા, મેંદપરા દુધાળા, મોરવાડા, પરબ વાવડી, રફાળીયા, પાટલા, પાટવડ, તડકા પીપડીયા. જૂનાગઢ તાલુકોઃ આંબલીયા, બાદલપુર, બામણ ગામ, બેલા, ભલગામ, ભલગામબીલખા, ચોકી, ચોરવાડી, ગોલાધર, જામકા, ખલીલપુર, મંડલીકપુર, મેવાસા ખડીયા, મેવાસા કમરીબાઈના, પ્લાસવા, રૂપાવટી, સાંખડાવદર, શેમરાળા, સુખપુર, તોરણીયા, વડાલ, વાડા સીમડી, વાડાઝવધાવી, વિજાપુર, વિરપુર. (વિજાપુર અને ભૂતડી બે બેઠકમાં ચૂંટણી યોજવા ચૂંટણી કમિશનર દ્વારા સ્ટે આપવામાં આવેલ છે.)


Tags :