Get The App

લાલપુરના હરીપર ગામમાં ગઈકાલે વધુ એક ઇંચ વરસાદ નોંધાયો : જામનગર-જોડીયા અને કાલાવડમાં વરસાદી ઝાપટાં

Updated: Jul 12th, 2025

GS TEAM

Google News
Google News
લાલપુરના હરીપર ગામમાં ગઈકાલે વધુ એક ઇંચ વરસાદ નોંધાયો : જામનગર-જોડીયા અને કાલાવડમાં વરસાદી ઝાપટાં 1 - image


Jamnagar Rain Update :જામનગર જિલ્લામાં ગઈકાલે છૂટો છવાયો વરસાદ ચાલુ રહ્યો હતો. જેમાં ધ્રોળ પંથકમાં અડધો ઇંચ જ્યારે જામનગર શહેર, જોડીયા અને કાલાવડમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં વરસ્યા હતા, અને હજુ આજે પણ વરસાદી વાતાવરણ બનેલું રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો લાલપુર તાલુકાના હરીપર ગામમાં ગઈકાલે ધોધમાર 21 મી.મી. વરસાદ નોંધાયો હતો.

 આ ઉપરાંત જામનગર તાલુકાના મોટી ભલસાણ ગામમાં 12 મી.મી. અને લાખાબાવળમાં 7 મી.મી. વરસાદ નોંધાયો હતો. કાલાવડ તાલુકાના મોટા વડાળા ગામમાં 7 મી.મી. જ્યારે ખરેડી ગામમાં 10 મી.મી. વરસાદ નોંધાયો છે. અન્યત્ર વરસાદી ઝાપટાં પડ્યા હતા.

Tags :