Gujarat

વડોદરા નજીક જાંબુઆ રેલવે ટ્રેક પર વધુ એક મહાકાય મગર કપાયો

By GS TEAM
19 Jun 20251 min read
TukuTouch Logo
વડોદરાની આસપાસ રેલવે ટ્રેક પર મગરો ટ્રેનની અડફેટમાં આવી જતા હોવાના બનાવ બની રહ્યા છે ત્યારે ગઈ રાતે વધુ એક મહાકાય મગરનું કપાઈ જવાથી મોત નિપજ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા નજીક જાંબુઆ રેલવે ટ્રેક પર વધુ એક મહાકાય મગર કપાયો

Crocodile in Vadodara : વડોદરાની આસપાસ રેલવે ટ્રેક પર મગરો ટ્રેનની અડફેટમાં આવી જતા હોવાના બનાવ બની રહ્યા છે ત્યારે ગઈ રાતે વધુ એક મહાકાય મગરનું કપાઈ જવાથી મોત નિપજ્યું છે.

વડોદરા નજીક જાંબુઆ પાસે સુરત અમદાવાદ રેલવે ટ્રેક ઉપર આઠ ફૂટનો એક મગર લટાર મારવા નીકળ્યો હતો ત્યારે ટ્રેનની અડફેટે આવી જતા કપાઈ ગયો હતો.‌ બનાવની જાણ થતા ફોરેસ્ટની ટીમે મગરના મૃતદેહને કાઢ્યો હતો. 

નોંધનીય છે કે, ચોમાસામાં નવું પાણી આવતું હોવાથી મગરો સ્થળાંતર કરતા હોય છે અને તેને કારણે રેલવે ટ્રેક અને હાઇવે ઉપર અકસ્માતનો ભોગ બનતા હોય છે.

અગાઉ પણ વડોદરા શહેરના સમા સાવલી રોડ પર, ડભોઇ અને વડોદરા રેલવે ટ્રેક ઉપર મગરો કપાઈ જવાના ત્રણથી ચાર બનાવો બન્યા હતા.