Gujarat

વડોદરાની વધુ એક ગાયકવાડી ઇમારત ભયજનક બની, જુના સરકારવાડાનું ભાગ ધરાશાયી

By GS TEAM
23 Apr 20261 min read
TukuTouch Logo
વડોદરા શહેરમાં ગાયકવાડી રાજા સમયની ઇમારતો ધીમે ધીમે ભયજનક બની રહી છે ત્યારે માંડવી નજીકની વધુ એક ઇમારતનો ભાગ ધરાશાયી થવાનું બનાવ બન્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરાની વધુ એક ગાયકવાડી ઇમારત ભયજનક બની, જુના સરકારવાડાનું ભાગ ધરાશાયી

Vadodara : વડોદરા શહેરમાં ગાયકવાડી રાજા સમયની ઇમારતો ધીમે ધીમે ભયજનક બની રહી છે ત્યારે માંડવી નજીકની વધુ એક ઇમારતનો ભાગ ધરાશાયી થવાનું બનાવ બન્યો છે.

વડોદરા શહેરમાં ગાયકવાડ પરિવારના જુના રહેઠાણ તરીકે ઓળખાતા માંડવી વિસ્તારના સરકારવાડામાં હવે દુકાનો, અપના બજાર તેમજ સરદાર સ્કૂલ આવેલા છે. જે ઈમારત જર્જરીત બનતા સ્કુલ બંધ કરવામાં આવી છે. 

ગાયકવાડી ઇતિહાસની સાક્ષીરૂપ ઉપરોક્ત ઈમારત આજે પણ શિલ્પ અને સ્થાપત્યના પ્રેમીઓ જોવા માટે આવતા હોય છે. હેરિટેજ વોકમાં પણ આ ઇમારતનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

છેલ્લા કેટલાક સમયથી જર્જરીત બનેલી આ ઈમારત પ્રત્યે તંત્રનું ઉદાસીન વલણ હોવાને કારણે વારંવાર રજૂઆતો કરવા છતાં તેની મરામત કરવામાં આવી નથી. પરિણામે આજે અપના બજારની ઉપરનો ભાગ ધડાકાભેર તૂટી પડતા લોકોમાં નાસભાગ મચી હતી. ફાયર બ્રિગેડ આવી જતા ઇમારતના કેટલા ભાગને સુરક્ષિત કરવામાં આવ્યો હતો. જે દરમિયાન ટ્રાફિક જામ થતાં પોલીસની મદદ લેવામાં આવી હતી. આ બનાવમાં કોઈ જાનહાની ના અહેવાલ નથી.