Get The App

વડોદરા કોર્પોરેશનની વોર્ડ 4 કચેરીમાં વધુ એક જન્મનો બોગસ દાખલો ઝડપાયો : મહિલાની અટકાયત

Updated: Jun 9th, 2025

GS TEAM


Google News
Google News
વડોદરા કોર્પોરેશનની વોર્ડ 4 કચેરીમાં વધુ એક જન્મનો બોગસ દાખલો ઝડપાયો : મહિલાની અટકાયત 1 - image


Vadodara Bogus Birth Certificate : વડોદરા શહેરના પૂર્વ ઝોન વિસ્તારની વોર્ડ નં. 4ની કચેરીમાં બોગસ જન્મના દાખલાનું કૌભાંડ અધિકારીઓની સજાગતાથી ઝડપાયું છે. 

સયાજીપુરા વિસ્તારની મહિલાના પતિએ પોતાની બાળકીનો જન્મનું સર્ટિફિકેટ રૂ.500માં બનાવ્યું હોવાની ચોકાવનારી વિગત બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. વારસિયા પોલીસે મહિલાની અટકાયત કરીને સઘન પૂછપરછની કાર્યવાહી શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે, શહેરના વિવિધ વિસ્તારમાં જન્મના બોગસ દાખલા કાઢી આપવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. અગાઉ શહેરના દક્ષિણ વિસ્તારમાં પણ જન્મ મરણ કચેરીએથી અન્ય એક વ્યક્તિ પણ રૂપિયા 500માં તરસાલીના સ્થાનિક ઝેરોક્ષવાળા પાસેથી મેળવ્યું હોવાની વિગતો ખુલી હતી. ત્યારબાદ શહેરના પૂર્વ ઝોન વિસ્તારની વોર્ડ નંબર ચારની કચેરીમાં પણ સયાજીપુરા વિસ્તારમાં રહેતી એક મહિલા બાળકીને લઈને તેનું આધારકાર્ડ કઢાવવા આવી હતી. ચકાસણી અંગે મહિલાએ સ્થાનિક અધિકારીઓને જન્મનો સુરત ખાતેનો દાખલો રજૂ કર્યો હતો. પરંતુ સ્થાનિક કચેરીના સતર્ક અધિકારીઓ દ્વારા જન્મના દાખલાની ચકાસણીમાં ભાંડો ફૂટ્યો હતો. આ અંગે મહિલાએ જણાવ્યું હતું કે મારી દીકરીનો જન્મનો દાખલો મારા પતિએ રૂપિયા 500માં કઢાવ્યો હોવાનું કહ્યું હતું. 

દરમિયાન સ્થાનિક અધિકારીઓ દ્વારા પોલીસ ફરિયાદની હાથ ધરવામાં આવી સ્થાનિક વારસિયા પોલીસને જાણ કરવામાં આવી હતી. દરમિયાન મહિલાને રોકીને પૂછપરછ કરતા જન્મના દાખલા બાબતે મહિલાએ કોઈ પ્રત્યુતર આપ્યો ન હતો. જ્યારે બીજી બાજુ વારસિયા પોલીસના મહિલા કોન્સ્ટેબલે બોગસ જન્મનો દાખલો લઈને આવનાર મહિલાની અટકાયત કરીને સગન પૂછપરછ માટે તથા ફરિયાદ અંગે મહિલાને વારસિયા પોલીસ મથકે લઈ જવામાં આવી હતી.

Tags :