Get The App

વોર્ડ નંબર 1ની કચેરી ખાતેથી વધુ એક નકલી જન્મ પ્રમાણપત્ર મળી આવ્યું

આધાર કાર્ડ કઢાવવા રજૂ કરતા જન્મ પ્રમાણપત્ર બોગસ હોવાનું બહાર આવ્યું

Updated: Jun 30th, 2025

GS TEAM

Google News
Google News
વોર્ડ નંબર 1ની કચેરી ખાતેથી વધુ એક નકલી જન્મ પ્રમાણપત્ર મળી આવ્યું 1 - image




છાણી વિસ્તારમાં આવેલ કોર્પોરેશનની વોર્ડ નંબર 1ની કચેરી ખાતે વધુ એક નકલી જન્મનું પ્રમાણપત્ર મળી આવ્યું છે. અરજદારે માત્ર રૂ. 350માં આ જન્મનું પ્રમાણપત્ર બનાવ્યું હોય ફતેગંજ પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી હતી.

શહેરના છાણી ટીપી 13 વિસ્તારમાં આવેલ કોર્પોરેશનની વોર્ડ નં. એકની કચેરી ખાતે  આજરોજ એક મહિલા પુત્રીનું આધારકાર્ડ બનાવવા માટે પહોંચતા ડોક્યુમેન્ટ સાથે રજુ કરેલ જન્મ દાખલો ઓપરેટરને શંકાસ્પદ જણાઈ આવ્યો હતો. જેથી તેઓએ વસ્તી ગણતરી અધિકારી ,આસિ. મ્યુ. કમિશનર દક્ષિણ ઝોન તથા આધાર કાર્ડ સેન્ટરના હેડ  સેશન્સ ઓફિસર સમીક જોષીને જાણ કરતા તેઓ સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે અરજદારનું પ્રમાણપત્ર જન્મ મરણ શાખાની કચેરીમાં ચકાસણી કરાવતા તે નકલી હોવાનું બહાર આવ્યુ હતું. સમીક જોષીનું કહેવું હતું કે, આ જન્મના પ્રમાણપત્રમાં વડોદરા કોર્પોરેશનનો સિમ્બોલ, રજીસ્ટરની સહી, સ્ટેમ્પ ખોટા છે અરજદાર પોતે ફરિયાદી બનવા તૈયાર છે, આ ખૂબ જ ગંભીર વિષય હોય પોલીસે આવા કિસ્સામાં ઊંડાણપૂર્વક તપાસ કરવી જોઈએ. તેમજ ગાંધીનગર ખાતે રહેતા અરજદાર રજનીકાંત ડાભીનું કહેવું હતું કે, ચિશ્તિયા નગરમાં રહેતા એક પરિચિત વ્યક્તિએ રૂ. 350માં આ જન્મનો દાખલો તેના કોઈ ઓળખીતા પાસેથી બનાવી આપ્યો હતો. આજે આ દાખલો નકલી હોવાની જાણ થતા પોલીસ ફરિયાદ કરીશું. અત્રે ઉલ્લેખનીય છે કે, પાછલા એક સપ્તાહમાં વારસિયા અને માંજલપુર વિસ્તારમાંથી પણ નકલી જન્મનું પ્રમાણપત્ર મળી આવ્યું હતું. અને છેલ્લા બે મહિનાથી 8 જેટલા ઝડપાઈ ચૂક્યા છે. 

Tags :