શહેરના બ્રિજોને લઈ વધુ એક નિર્ણય, બાર ફલાયઓવર,રેલવેબ્રિજના રંગરોગાન પાછળ ત્રણ કરોડ ખર્ચાશે

અમદાવાદ, સોમવાર, 15 ડિસેમ્બર,2025
અમદાવાદ શહેરના બ્રિજોને લઈ કોર્પોરેશન દ્વારા વધુ એક
નિર્ણય કરાયો છે. શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા બાર ફલાયઓવર,રેલવે ઓવરબ્રિજનુ
રંરોગાન કરી બ્રિજની કોન્ક્રીટ સરફેસની ગુણવત્તા જળવાઈ રહે એ માટે રુપિયા ત્રણ
કરોડના ખર્ચે મુખ્ય સ્પાનમાં ડેકોરેટીવ પેઈન્ટ કરાશે.
શહેરના ઈન્કમટેકસ તથા પલ્લવ ફલાયઓવરબ્રિજ ખાતે ડેકોરેટીવ
પેઈન્ટ કરાયા પછી ઉત્તર અને પૂર્વ ઝોનમા
આવેલા વિવિધ ફલાયઓવર તથા રેલવે ફલાયઓવરબ્રિજ ઉપર વેધરઈફેકટથી થતુ નુકસાન અટકાવવા
એન્ટિ કાર્બોનેશન પેઈન્ટ કરવા તથા
બ્રિજોના કલરકામ માટે શ્રી રામ ઈન્ફ્રાકેર પ્રા.લી.ને અંદાજિત ભાવથી
૧૪ ટકા વધુ એટલે કે રુપિયા ૨.૬૧ કરોડના ખર્ચથી કામગીરી અપાઈ છે.તંત્રનો દાવો છે કે, કલરકામ કરવાથી
બ્રિજોની લાઈફ સાઈકલ વધશે તથા બ્રિજોની સુંદરતામાં વધારો થશે.સમયાંતરે કલરકામ કરવુ
જરુરી હોય છે.
કયા બ્રિજો ઉપર કલરકામ કરાશે
સી.ટી.એમ. ફલાયઓવર,
વટવા રેલવે ઓવરબ્રિજ,
ઠકકરબાપાનગર ફલાયઓવરબ્રિજ,
નારોલ ચાર રસ્તા ઉપરનો ફલાયઓવરબ્રિજ,વિરાટનગર
ફલાય ઓવરબ્રિજ, રાજેન્દ્રપાર્ક
ફલાયઓવરબ્રિજ, અજીત મિલ
જંકશન ફલાયઓવરબ્રિજ, નરોડા રેલવે
ઓવરબ્રિજ, ખોખરા રેલવે
ઓવરબ્રિજ, વિવેકાનંદનગર
બ્રિજ, ઘોડાસર ફલાય
ઓવરબ્રિજ








