જામનગર શહેરમાંથી વધુ એક ક્રિકેટનો સટ્ટાખોર એલસીબીના હાથે ઝડપાયો : મુખ્ય બુકીનું નામ ખૂલ્યું
Jamnagar : જામનગર શહેરમાં આઇપીએલની ક્રિકેટ મેચ પર સટો રમનારાઓને પોલીસ શોધી રહી છે, અને તેઓ સામે જુગારધારા ભંગ અંગેના કેસ કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે એલસીબીની ટુકડીએ ગઈકાલે ગુલાબ નગર વિસ્તારમાંથી સિકંદર ઉર્ફે ડાડો ઇસાકભાઈ હાલાણી નામના શખ્સને પોતાના મોબાઈલ ફોનની આઇડી મારફતે આઈ.પી.એલ.ની ક્રિકેટ મેચ પર જુગાર રમતા પકડી પાડ્યો છે.
જેની પાસેથી રોકડ અને મોબાઇલ ફોન સહિતનો સામાન કબજે કરી લેવાયો છે, અને તેની સામે જુગાર ધારા અંગેનો ગુનો નોંધાવાયો છે. ઉપરાંત તેની પૂછપરછમાં તેણે જામનગરમાં શરૂ સેક્શન રોડ પર રહેતા દિવ્યરાજસિંહ ચૌહાણ પાસે ક્રિકેટના સોદાની કપાત કરતો હોવાનું કબૂલ્યુ હોવાથી તેને ફરાર જાહેર કરી શોધ ખોળ હાથ ધરી છે.