Gujarat

જામનગરના કુખ્યાત દિવલા ડોને ગઈ રાત્રે પટેલ કોલોની વિસ્તારમાં ફરીથી પોતાનું કરતુંત બતાવ્યું

By GS TEAM
22 Jun 20251 min read
TukuTouch Logo
જામનગર શહેરમાં અને ખાસ કરીને પટેલ કોલોની વિસ્તારમાં કુખ્યાત દિવલા ડોનનો ત્રાસ યથાવત રહ્યો છે, અને સમયાંતરે તેની સામે તકરાર અંગેની પોલીસ ફરિયાદ થતી રહે છે. પોલીસ તેને પકડીને જેલ હવાલે કરે છે પરંતુ જેલમાંથી છૂટ્યા બાદ તરત જ પોતાનું કરતુત બહાર આવીને બતાવે છે. તેવો જ એક બનાવ ગઈકાલે રાત્રે બન્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના કુખ્યાત દિવલા ડોને ગઈ રાત્રે પટેલ કોલોની વિસ્તારમાં ફરીથી પોતાનું કરતુંત બતાવ્યું

Image Source: Freepik

જામનગર શહેરમાં અને ખાસ કરીને પટેલ કોલોની વિસ્તારમાં કુખ્યાત દિવલા ડોનનો ત્રાસ યથાવત રહ્યો છે, અને સમયાંતરે તેની સામે તકરાર અંગેની પોલીસ ફરિયાદ થતી રહે છે. પોલીસ તેને પકડીને જેલ હવાલે કરે છે પરંતુ જેલમાંથી છૂટ્યા બાદ તરત જ પોતાનું કરતુત બહાર આવીને બતાવે છે. તેવો જ એક બનાવ ગઈકાલે રાત્રે બન્યો હતો.

જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતા ભદ્રેશભાઈ તુલસીભાઈ ગોકાણી (46) કે જે પટેલની વિસ્તારમાં આવેલી એક પાનની દુકાને પાન મસાલો ખાવા માટે ગયા હતા, જ્યાં દિવ્યરાજસિંહ ઉર્ફે દિવલો ડોન મંગળસિંહ ચૌહાણ કે જે ત્યાં ધસી આવ્યો હતો, અને વિના કારણે ભદ્રેશભાઈ સાથે જીભાજોડી કર્યા બાદ ઉસકેરાઈ ગયો હતો, અને પોતાની પાસે રહેલા લાકડાના ધોકા વડે ભદ્રેશભાઈના માથામાં તેમજ હાથમાં ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી, અને ભાગી છુટ્યો હતો.

ભદ્રેશભાઈને પ્રાથમિક સારવાર આપ્યા બાદ સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં દીવલા ડોન સામે ફરિયાદ નોંધાવતાં સીટી બી. ડિવિઝનના પી.એસ.આઇ. જે.પી. સોઢા તેને શોધી રહ્યા છે.