રતનપરમાં ગ્રામજનો અને આફ્રિકાના છાત્રો વચ્ચે વધુ એક વખત માથાકૂટ
મામલો કુવાડવા રોડ પોલીસ મથકે પહોંચ્યો
વિદેશી વિદ્યાર્થીઓ નશા સહિતના ગેરકાયદે ધંધા કરી છાશવારે માથાકૂટ કરતા હોવાનો ગ્રામજનોનો આક્ષેપ
રતનપર ગામે રહેતાં નિવૃત આર્મી જવાન વનરાજસિંહ ઝાલાએ જણાવ્યું કે તે પોતાના મોબાઈલ ફોનમાં વાત કરતા હતા ત્યારે મારવાડી કોલેજમાં અભ્યાસ કરતી એક છાત્રા અને એક છાત્ર નીકળ્યા હતા. આ બંનેને પોતાનો વીડીયો ઉતાર્યાની શંકા જતાં મોબાઈલ ફોન ઝુંટવીને ભાગ્યા હતા. જેથી તેણે પીછો કર્યો હતો. તેણે મોબાઈલ ફોનનો લોક ખોલી આપતાં બંનેએ તેમાં પોતાના વીડીયો કે ફોટા છે કે નહીં તે ચેક કર્યું હતું.
આમ છતાં તેનો મોબાઈલ ફોન પરત આપતા ન હતા એટલું જ નહીં આફ્રિકાની છાત્રાએ તેને વીખોડિયા ભરી લીધા હતા. સાથો-સાથ બંને છાત્રોએ તેની સાથે ઝપાઝપી કરતાં પોલીસ કન્ટ્રોલ રૂમમાં કોલ કર્યો હતો. જેથી પીસીઆર વાન આવી હતી. તે સાથે જ બંને છાત્રોએ પણ પોતાના દેશના બીજા છાત્રોને બોલાવી લીધા હતા. પરિણામે આફ્રિકાના ર૦ જેટલા છાત્રો આવ્યા હતા. તે સાથે જ ગ્રામજનો અને તેમની વચ્ચે માથાકૂટ અને ઉગ્ર બોલાચાલી થઈ હતી.
આશ્ચર્યની વાત એ છે કે બંને પક્ષો એકબીજાની ભાષા સમજતા ન હતા. આમ છતાં ઉગ્ર બોલાચાલી જારી રાખી હતી. વનરાજસિંહે આક્ષેપ કર્યો હતો કે આફ્રિકાના છાત્રોએ પોલીસ સાથે પણ ઝપાઝપી કરી હતી. એટલું જ નહીં આ સમગ્ર ઘટનાનું શુટીંગ કરતા એક જણાનો મોબાઈલ ફોન પણ આંચકી લીધો હતો. આખરે પોલીસે બંને પક્ષોને પોલીસ મથકે આવવાનું કહ્યું હતું. પરંતુ આફ્રિકાના છાત્રોએ પોલીસ મથકે આવવાનો ઈન્કાર કર્યો હતો. ગ્રામજનો કુવાડવા રોડ પોલીસ મથકે પહોંચ્યા હતા. થોડીવાર બાદ ત્યાં આફ્રિકાના છાત્રો પણ આવી પહોંચ્યા હતા.
ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે વિદેશી છાત્રો નશા સહિતના ગેરકાયદે ધંધા કરી અવાર-નવાર ગ્રામજનો સાથે માથકૂટ અને