For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રાજ્યમાં હાર્ટ એટેકથી મૃત્યુ થવાનો વધુ એક કિસ્સો, અમદાવાદના યુવકને બસમાં જ આવ્યો એટેક

ગઈકાલે સુરત અને જામનગરમાં હાર્ટ એટેકથી યુવકોના મૃત્યુ થયા હતા

Updated: Sep 27th, 2023

રાજ્યમાં હાર્ટ એટેકથી મૃત્યુ થવાનો વધુ એક કિસ્સો, અમદાવાદના યુવકને બસમાં જ આવ્યો એટેક

Another death due to heart attack in Gujarat : રાજ્યમાં યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ સતત વધી રહ્યું છે અને છેલ્લા ઘણા દિવસથી હાર્ટ એટેકથી મૃત્યુ થવાના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે વધુ એક બનાવમાં આજે અમદાવાદના યુવકનું હાર્ટ એટેકથી મૃત્યું (A youth from Ahmedabad died of a heart attack) થયું છે. 

ખાનપુર વિસ્તારમાં રહેતા યુવકને બસમાં આવ્યો હાર્ટ એટેક

અમદાવાદ શહેરના ખાનપુર વિસ્તારમાં રહેતા આશરે 29 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત થયુ છે. હર્ષ સંઘવી નામના યુવક રાજસ્થાન તીર્થ યાત્રાથી પરત ફરી રહ્યો હતો ત્યારે બસમાં જ અચાનક હાર્ટ એટેક આવ્યો (He suddenly had a heart attack on the bus) હતો. હર્ષ સંઘવી પોતાના પરિવાર સાથે યાત્રા કરવા ગયા હતા. ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ જામનગર અને સુરતમાં હાર્ટ એટેકના બે બનાવ બન્યા હતા ત્યારે આજે વધુ એક બનાવ બન્યો છે. ગઈકાલે જામનગરમાં પટેલ પાર્ક વિસ્તારમાં 19 વર્ષીય યુવકનું ગરબા પ્રેકિટ્સ કરતાં હૃદય રોગના હુમલાથી અપમૃત્યુ થયુ હતું જ્યારે સુરતના કતારગામ GIDC વિસ્તારમાં યુવાનનું ઊંઘમાં હાર્ટ અટેકથી મોત થયું હતું. 

બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે.

Gujarat