Gujarat

વડોદરામાંથી બોગસ જન્મના દાખલાનો વધુ એક કિસ્સો વોર્ડ 17માં ઝડપાયો

By GS TEAM
21 Jun 20252 mins read
TukuTouch Logo
વડોદરા શહેરમાં બોગસ જન્મના દાખલા જુદા જુદા વિસ્તારમાં કાઢી આપવાનું કૌભાંડ ચાલી રહ્યું છે ત્યારે આજે વોર્ડ નં. 17માંથી પણ વધુ એક બોગસ જન્મનો દાખલો લઈને આધાર કાર્ડમાં સુધારા વધારા કરાવવાના ઇરાદે આવેલો યુવક પાલિકા કર્મીની તપાસમાં ઝડપાઈ ગયો હતો તપાસમાં ઝડપાઈ ગયો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરામાંથી બોગસ જન્મના દાખલાનો વધુ એક કિસ્સો વોર્ડ 17માં ઝડપાયો

Vadodara Bogus Birth Certificate : વડોદરા શહેરમાં બોગસ જન્મના દાખલા જુદા જુદા વિસ્તારમાં કાઢી આપવાનું કૌભાંડ ચાલી રહ્યું છે ત્યારે આજે વોર્ડ નં. 17માંથી પણ વધુ એક બોગસ જન્મનો દાખલો લઈને આધાર કાર્ડમાં સુધારા વધારા કરાવવાના ઇરાદે આવેલો યુવક પાલિકા કર્મીની તપાસમાં ઝડપાઈ ગયો હતો તપાસમાં ઝડપાઈ ગયો હતો. આ અંગેની જાણ થતાં પોલીસની એન્ટ્રી થઈ હતી. 

ઉલ્લેખનીય છે કે પાલિકા કચેરીના વિવિધ વોર્ડમાં જન્મના દાખલાના આધારે આધાર કાર્ડમાં સુધારા વધારા કરી આપવામાં આવે છે ત્યારે ગઈકાલે વોર્ડ નંબર 19માં પોસ્ટ ઓફિસમાંથી ફરજ પરના કર્મીએ બોગસ જન્મનો દાખલો કાઢી આપ્યો હતો. 

આ અગાઉ પણ મકરપુરા સહિત જુદા જુદા વિસ્તારમાં પણ આવા બોગસ જન્મના દાખલાના આધારે આધાર કાર્ડમાં ફેરફાર કરાવવા જતા ઝડપાઈ જવાના કેટલાક કિસ્સા બહાર આવ્યા છે. દરમિયાન આજે પણ આવો જ કિસ્સો વોર્ડ નંબર 17 માં સ્થાનિક પાલિકા મહિલાની ચોકસાઈના કારણે યુવક ઝડપાઈ ગયો હતો. જોકે બોગસ જન્મના દાખલામાં ઉપર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન લખ્યું છે તથા ગવર્મેન્ટ ઓફ ગુજરાત પણ લખ્યું છે પરંતુ જન્મના આ બોગસ દાખલામાં નીચેની બાજુએ વિશાખાપટ્ટનમ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન લખ્યું હોવાનું જણાવતા સ્થાનિક પાલિકા આ બાબતે આસિસ્ટન્ટ કમિશનર સમીક જોશીનો સંપર્ક કરીને તમામ વિગત જણાવી હતી. જેથી પાલિકા કચેરીએ તાત્કાલિક પહોંચી ગયેલા આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરે તમામ વિગતો જાણી હતી. દરમિયાન જન્મનો દાખલો લઈને આવેલા તેના પિતાએ પોતાનું નામ કિશનભાઇ જણાવ્યું હતું અને દાજીપુરા ખાતે બે બહેને આવીને રૂપિયા 500 લઈને જન્મનો દાખલો કાઢી આપ્યો હતો.

કિશનભાઇએ વધુમાં જણાવ્યું હતું કે અમો પરિવારમાં અભણ છીએ જેથી આ બાબતે એમને કાંઈ ખબર નથી. પરંતુ અમારા બાળકને સ્કૂલમાં લઈ જતા જણાવ્યું હતું કે બાળકના જન્મના દાખલાના આધારે આધાર કાર્ડમાં સુધારો કરવો પડશે. પરિણામે અમે આ બંને બહેનોએ કાઢી આપેલો જન્મનો દાખલો લઈને અહીંયા આવ્યા છીએ. જોકે કિશનભાઇ શરૂઆતથી જ જન્મના દાખલા બાબતે ફરજ પરના કર્મીને ગલ્લા તલ્લા કરતા હતા. શરૂઆતમાં તેમણે વિગતો છુપાવીને અન્ય બહાનું બતાવ્યું હતું પરંતુ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા ત્યારે કડક પૂછપરછમાં ભાંડો ફૂટ્યો હતો.