Get The App

ચેઈન બનાવવા આપેલું રૂ.28 લાખનું સોનું લઈ વધુ એક બંગાળી કારીગર ફરાર

સૈયદપુરા વાયદા શેરીમાં કામ કરતો સુભાષિશ હુતૈત નાગોરીવાડમાં સારા મંજીલ સ્થિત ઘરને તાળું મારી પરિવાર સાથે ભાગી ગયો

Updated: May 16th, 2025

GS TEAM


Google News
Google News
ચેઈન બનાવવા આપેલું રૂ.28 લાખનું સોનું લઈ વધુ એક બંગાળી કારીગર ફરાર 1 - image



- સૈયદપુરા વાયદા શેરીમાં કામ કરતો સુભાષિશ હુતૈત નાગોરીવાડમાં સારા મંજીલ સ્થિત ઘરને તાળું મારી પરિવાર સાથે ભાગી ગયો 


સુરત, : સુરતના સૈયદપુરા વાયદા શેરીમાં દાગીના બનાવતા સોનીને ત્યાં કામ કરતો અને પરિવાર સાથે નાગોરીવાડ સારા મંજીલમાં રહેતો મૂળ પ.બંગાળનો કારીગર ચેઈન બનાવવા આપેલું રૂ.28 લાખનું સોનું લઈ ઘરને લોક મારી અને ફોન બંધ કરી ફરાર થઈ જતા લાલગેટ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.


પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ પ.બંગાળ હુગલી રાજહાટના ભોઆગાંચીનો વતની અને સુરતમાં નાગોરીવાડ કિંગ્સ રેસિડન્સી ફ્લેટ નં.501 માં રહેતો 26 વર્ષીય હસન અલી હૈદર અલી શેખ સૈયદપુરા વાયદા શેરી ઘર નં.7/2626/એ જય ગણેશ એપાર્ટમેન્ટના બીજા માળે છેલ્લા અઢી વર્ષથી દાગીના બનાવવાનું કારખાનું ધરાવે છે.તેમને ત્યાં કામ કરતા 10 કારીગરો પૈકી ત્રણ કારીગર હાલ ગામ ગયા છે.તેમના કારીગરો કારખાનામાં જ રહે છે.જયારે એક કારીગર સુભાષિશ ભરત હુતૈત ( મૂળ રહે.રાણા, જી.વેસ્ટ મદનાપુર, પ.બંગાળ ) તેના પરિવાર સાથે સૈયદપુરા નાગોરીવાડ મસ્જીદ પાસે સારા મંજીલના બીજા માળે રૂમ નં.103 માં રહેતો હતો.ચાર દિવસ અગાઉ અરુણ ચેઈન જવેલર્સના માલિક અંજેશભાઈએ સોનાની ચેઈન બનાવવા માટે આપેલું સોનું ગાળતા તેનું વજન 342 ગ્રામ થયું હતું.હસન અલીએ રૂ.28 લાખનું સોનું ગત મંગળવારે સુભાષિશને આપ્યું હતું.


ચેઈન બનાવવા આપેલું રૂ.28 લાખનું સોનું લઈ વધુ એક બંગાળી કારીગર ફરાર 2 - image


દરમિયાન, ગત સવારે ચેઈન પોલીશ કરવા માટે હસન અલીનો ભાઈ હુસેન કારખાને ગયો હતો.તેને સુભાષિશના ટેબલના ખાનામાં ચેઈન નહીં મળતા તેણે હસન અલીને જાણ કરી હતી.હસન અલીએ સુભાષિશને ફોન કરતા તે બંધ હોય તેના ઘરે જઈ તપાસ કરી તો ત્યાં પણ તાળું હતું.આથી હસન અલીએ કારખાને આવી સીસીટીવી ફૂટેજ ચેક કર્યા તો તેમાં સુભાષિશ સોનું ચોરીને લઈ જતો નજરે ચઢ્યો હતો.આથી તેમણે તેના વિરુદ્ધ ગતરોજ લાલગેટ પોલીસ મથકમાં રૂ.28 લાખના સોનાની ચોરી અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી બંગાળી કારીગરો સોનું લઈને ફરાર થવાના કિસ્સા વધી રહ્યા છે.

Tags :