- વઢવાણ 80 ફૂટ રોડ પર રહેતી મહિલાએ
- સુરેન્દ્રનગરના શખ્સે સાયબર ફ્રોડમાં ગુમાવેલા રૂપિયા પરત અપાવાની લાલચ આપી છેતરપિંડી આચરી
સુરેન્દ્રનગર : વઢવાણ ૮૦ ફૂટ રોડ પર રહેતી મહિલાએ સાયબર ફ્રોડમાં ગુમાવેલા ૩૫ લાખ મેળવવાની લાલચ આપી સુરેન્દ્રનગરના શખ્સે રૂ.૪૯.૮૨ લાખ અલગ-અલગ બેંક એકાઉન્ટમાં જમા કરાવી છેતરપિંડી આચરી હતી. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
વઢવાણ ૮૦ ફૂટ રોડ પર ધર્મ ચક્ર એપાર્ટમેન્ટમાં રહેતા વર્ષીદાબેન કેયુરભાઈ દોશીએ અગાઉ સાયબર ફ્રોડમાં રૂ.૩૫ લાખ ગુમાવ્યા હતા. દરમિાન યાજ્ઞિાકભાઈ ભરતભાઈ ઝીંઝુવાડીયા (સોની), (રહે. સુરેન્દ્રનગર)એ વર્ષીદાબેનનો સપંર્ક કરી ક્રાઇમ બ્રાંચમાં તેમની ઓળખાણ છે તેમ છે કહી દીપકભાઈ સોની ગઢડા વાળા અને પ્રદ્યુમનસિંહ ચૌહાણ (જે.પી)ની સાયબર ક્રાઇમના પી.આઈ. અને કર્મચારી તરીકે ઓળખ આપી હતી
ભરતભાઈએ વિશ્વાસ કેળવી ૩૫ લાખ પાછા મેળવવા વર્ષીદાબેનના પતિ પાસે અલગ અલગ બેંક ખાતામાં માર્ચ-૨૦૨૫થી ઓગસ્ટ-૨૦૨૫ સુધીમાં ફૂલ રૂ.૪૯.૮૨ લાખ બેંકમાં તેમજ ઓનલાઇન જમા કરાવી છેતરપીંડી તેમજ વિશ્વાસઘાત કર્યો હતો. જે અંગે વર્ષીદાબને બી-ડિવિઝન પોલીસ મથકે યાજ્ઞિાકભાઈ ભરતભાઈ ઝીંઝુવાડીયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.


