mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

ગુજરાતમાં બીજા નોરતે રાત્રે 12 વાગ્યા સુધી દર કલાકે હૃદયને લગતી ઈમરજન્સીના 12 કેસ નોંધાયા

અમદાવાદમાં 108ને બીજા નોરતા વખતે સાંજે હૃદયને લગતી ઈમરજન્સીના 19 કોલ્સ મળ્યા

Updated: Oct 18th, 2023

ગુજરાતમાં બીજા નોરતે રાત્રે 12 વાગ્યા સુધી દર કલાકે હૃદયને લગતી ઈમરજન્સીના 12 કેસ નોંધાયા 1 - image



અમદાવાદઃ (Ahmedabad)આસ્થા-ઉલ્લાસના પર્વ શારદીય નવરાત્રિનો પ્રારંભ થઇ ગયો છે. (108 emergencies)નવરાત્રિના પ્રથમ નોરતાંમાં જ વાહન અકસ્માતથી ઈજાના કેસમાં સામાન્ય દિવસોની સરખામણીએ 17 ટકાનો વધારો થયો છે.(cardiac emergencies)ઈમરજન્સી સેવા '108' પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાતમાં સામાન્ય દિવસોમાં વાહન અકસ્માતથી ઈજાના સરેરાશ 414 કેસ નોંધાતા હોય છે. (Navratri)જેની સરખામણીએ રવિવારે પ્રથમ નોરતાંના વાહન અકસ્માતથી ઈજાના 485 કેસ નોંધાયા હતા. (Garba)જ્યારે બીજા નોરતે ગુજરાતમાં પ્રતિ કલાકે હૃદયને લગતી ઈમરજન્સીના સરેરાશ 12 જ્યારે વાહન અકસ્માતથી ઈજાના સરેરાશ 25 જેટલા કેસ નોંધાયા હોવાનું સામે આવ્યું છે. 

પ્રથમ બે નોરતા દરમિયાન વાહન અકસ્માતથી ઈજાના 163 કોલ

બીજા નોરતા દરમિયાન ઈમરજન્સી સેવા 108 પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર બીજા નોરતામાં સાંજે 6 થી 12 દરમિયાન હૃદયને લગતી ઈમરજન્સીના 69 કોલ્સ આવ્યા હતા. 15-16 ઓક્ટોબરના સાંજે 6 થી રાત્રે 12 દરમિયાન સરેરાશ 64 કોલ્સ આવ્યા હતા. અલબત્ત, સામાન્ય દિવસો કરતાં એકંદરે કોલ્સમાં ઘટાડો થયો છે. સામાન્ય દિવસોમાં સાંજે 6 થી રાત્રે 12 દરમિયાન હૃદયને લગતી ઈમરજન્સીના સરેરાશ 73 કોલ્સ આવતા હોય છે. પ્રથમ બે નોરતા દરમિયાન વાહન અકસ્માતથી ઈજાના સરેરાશ 163, શ્વાસ લેવામાં સમસ્યના 83, પેટમાં દુઃખાવાના 119, સખત તાવના 177 કોલ્સ આવ્યા હતા. 

બીજા નોરતામાં ઈમરજન્સીના કુલ 1201 કોલ્સ નોંધાયા

ગુજરાતમાં બીજા નોરતામાં ઈમરજન્સીના કુલ 1201 કોલ્સ નોંધાયા છે. બીજી તરફ અમદાવાદમાં બીજા નોરતામાં સાંજે 6 થી રાત્રે 12 દરમિયાન હૃદયને લગતી ઈમરજન્સીના 19 કોલ્સ આવ્યા હતા. સામાન્ય દિવસોમાં 23 જેટલા કોલ્સ આવતા હોય છે. બીજા નોરતામાં અમદાવાદમાં વાહન અકસ્માતથી ઈજાના 28, સખત તાવના 17, શ્વાસ લેવાની તકલીફના 32 કોલ્સ નોંધાયા છે. અમદાવાદમાં પ્રથમ બંને નોરતામાં મેડિકલ ઈમર્જન્સીના સરેરાશ 248 કોલ્સ આવ્યાં છે. બીજી તરફ છેલ્લા કેટલાક સમયથી ગરબા કરતી વખતે હાર્ટ એટેકના કેસમાં વધારો થયો છે. જેના પગલે અમદાવાદ મેડિકલ એસોસિયેશન દ્વારા ગાઇડલાઇન પણ જાહેર કરાઇ હતી. પ્રથમ નોરતાંમાં હૃદયને લગતી ઈમરજન્સીના 207 કોલ્સ આવ્યા હતા. 

ગુજરાતમાં બીજા નોરતે રાત્રે 12 વાગ્યા સુધી દર કલાકે હૃદયને લગતી ઈમરજન્સીના 12 કેસ નોંધાયા 2 - image

Gujarat