Get The App

ગોંડલની બેઠકને લઈને મોટા સમાચાર, મતદાન સમયે થઈ બબાલ, વાંસદામાં પણ ભાજપ નેતા પર હુમલો

રીબડામાં અનિરૂદ્ધસિંહની પોલીસ સાથે બબાલ, પ્રિસાઇડિંગ ઓફિસર જયરાજસિંહના એજન્ટ તરીકે કામ કરતા હોવાનો આક્ષેપ

રીબડામાં પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો

Updated: Dec 1st, 2022

GS TEAM

Google News
Google News
ગોંડલની બેઠકને લઈને મોટા સમાચાર, મતદાન સમયે થઈ બબાલ, વાંસદામાં પણ ભાજપ નેતા પર હુમલો 1 - image

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે. આજે પ્રથમ તબક્કાની ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે. રાજકોટ જિલ્લામાં આજે વહેલી સવારથી જ મતદાનનો પ્રારંભ થયો છે. ત્યારે હાલ ગોંડલની બેઠક પર જયરાજસિંહ અને રીબડાના અનિરૂદ્ધસિંહ જાડેજા વચ્ચે જીતનો જંગ છેડાઈ ચુક્યો છે. રીબડાના અનિરૂદ્ધસિંહ અને ગોંડલના જયરાજસિંહ વચ્ચેનો વિવાદ વધુ વકર્યો છે. રીબડામાં અનિરૂદ્ધસિંહની પોલીસ સાથે માથાકુટ થઈ છે. તેમણે પ્રિસાઈડિંગ ઓફિસર જયરાજસિંહના એજન્ટ તરીકે કામ કરતા હોવાનો આક્ષેપ કર્યો છે. તે ઉપરાંત રીબડામાં 80 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને ઘરેથી મતદાન કરવાની વ્યવસ્થા નથી તેવો પણ આક્ષેપ કર્યો હતો   

રીબડામાં પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો

તેમણે મીડિયાને જણાવ્યું હતું કે, રીબડામાં 80 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને ઘરેથી મતદાન કરવાની વ્યવસ્થા નથી. ગોંડલમાં જયરાજસિંહ મતદાન મથકમાં ઇન્ટરવ્યૂ આપે છે. જેથી રીબડામાં મીડિયાને દૂર રાખવામાં આવે છે. રીબડામાં પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. રીબડા પ્રાથમિક શાળા ખાતે વધારાની એક SRP ટીમ તૈનાત કરવામાં આવી છે.ગોંડલ વિધાનસભાની ચૂંટણી લોહીયાળ બને તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.

અગાઉ ચૂંટણી પંચે વધુ બંદોબસ્ત આપવા કહ્યું હતું

અગાઉ રીબડાના અનિરૂદ્વસિંહે જયરાજસિંહને પડકારતા મતદારોને કોંગ્રેસને મત આપીને જયરાજસિંહના શાસનને ખતમ કરવાનું કહ્યું હતું. જે બંને વિડીયો વાયરલ થતા ચૂંટણીપંચે આ બાબતને ગંભીરતાથી લઇને પોલીસને ગોંડલમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે   ગોંડલમાં સૌથી મોટા અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાની સુચના આપી હતી. જેમાં ગોંડલ વિધાનસભામાં આવતા તમામ ગામડા અને વિસ્તારમાં રાઉન્ડ ધ ક્લોક સતત મોનીટરીંગ કરીને બે-બે કલાકના અંતરે રિપોર્ટ આપવા માટે પણ ચૂંટણી પંચે આદેશ કર્યો હતો.

સવારે નવસારી જિલ્લામાં પણ બબાલ જોવા મળી હતી 

નવસારી જિલ્લાની વાંસદા બેઠકના ભાજપ ઉમેદવાર પિયુષ પટેલ પર હુમલો થયાની ઘટના સામે આવી છે. કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલના સમર્થકોએ હુમલો કર્યાનો આક્ષેપ કરાયો છે. આ અંગે વાંસદા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

Tags :