વિશ્વામિત્રીના કિનારે 40 જેટલા ભૂંડના મૃતદેહ કેવી રીતે આવ્યા,નદીમાં કોણે નાંખ્યા...જીવદયા પ્રેમીઓમાં રોષ
વડોદરાઃ વિશ્વામિત્રી નદીના કિનારે ભૂંડના મૃતદેહોના મુદ્દે ભારે ચકચાર વ્યાપી છે.આ મૃતદેહ કેવી રીતે આવ્યા અને નદીમાં કોણે પધરાવ્યા તે મુદ્દે તપાસ કરી પગલાં લેવાની માંગણી કરવામાં આવી છે.
શહેરના સયાજીગંજ પરશુરામ ભઠ્ઠા વિસ્તારમાં વિશ્વામિત્રીના કિનારે ૩૦ થી ૪૦ જેટલા ભૂંડના મૃતદેહ નજરે પડતાં પ્રાણી ક્રૂરતા નિવારણના કાર્યકરો દોડી ગયા હતા. આ પૈકીના કેટલાક ભૂંડના મૃતદેહ નદીમાં નાંખવામાં આવતા હોવાનો વીડિયો પણ વાયરલ થયો હતો.
કાર્યકરોએ આ બનાવની ગંભીર નોંધ લેઇ ભૂંડના મોતનું કારણ જાણવા માંગણી કરી છે.જેથી નદીના અન્ય જીવો માટે જોખમ ના સર્જાય.તેમણે પોલીસની પણ મદદ લઇ પર્યાવરણ માટે જોખમી કૃત્ય આચરનારાઓ સામે પગલાં લેવા માંગણી કરી છે.