વડોદરામાં કમાટીબાગના ગ્લો ગાર્ડનમાં પ્રાણીઓના ફાઇબરના સ્ટેચ્યુ તૂટવા લાગ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગયા વર્ષે શહેરના ઐતિહાસિક કમાટીબાગમાં 1.80 કરોડના ખર્ચે ડેવલપમેન્ટના વિવિધ કામ હાથ ધરાયા હતા. તેમાં મુલાકાતીઓના આકર્ષણમાં વધારો કરવા માટે ગ્લો ગાર્ડન બનાવ્યો હતો. આ ગ્લો ગાર્ડનમાં મુકેલા જુદા-જુદા પ્રાણીઓના સ્ટેચ્યુ તૂટવા માંડ્યા છે.

કમાટીબાગમાં બેન્ડ સ્ટેન્ડના ભાગે આ ગ્લો ગાર્ડન બનાવાયો છે. જે અંદાજે 35 ફૂટ લંબાઈ અને 10 ફૂટની પહોળાઈ ધરાવે છે. કર્વેચર જેવા પટ્ટામાં આ ગ્લો ગાર્ડનમાં આર્ટિફિશિયલ કોકોનટ ટ્રી, મેપલ ટ્રી મૂકવામાં છે. આ ટ્રીના ઘણી જગ્યાએથી હાલ વાયર ખુલ્લા છે અને નીકળી ગયા છે. હાલ ચોમાસાની સિઝન ચાલુ છે, ત્યારે ખુલ્લા વાયરોના કારણે શોર્ટ સર્કિટની લોકોને બીક રહે છે. ફાઇબરના આર્ટિફિશિયલ જિરાફ, વાઘ, ઝીબ્રાના જે સ્ટેચ્યુ લાવવામાં આવ્યા હતા. તે તૂટવા માંડ્યા છે. સામાજિક કાર્યકરના કહેવા મુજબ લાખોના ખર્ચે આ સ્ટેચ્યુ લેવાયા બાદ તેની કાળજી નહીં લેવામાં આવતા આ પરિસ્થિતિ ઉભી થઈ છે.








