ખોળ-કપાસીયાનાં ભાવ છેલ્લા 6 મહિનામાં બમણાં થયા, લીલા ઘાસનાં ભાવમાં ઉછાળો
પશુ નિભાવ ખર્ચ વધી જતાં ભાવોને અંકુશમાં રાખવા માગણી 50 કિલો ખોળનાં રૂ. 1100 હતા તે વધીને 2000ને પાર પહોંચી ગયા, ઉત્તરોતર થતા ભાવ વધારાથી પશુપાલકો ખફા
રાજકોટ, : કોરોના કાળમા પશુનિભાવ ખર્ચમાં સતત વધારો થતા પશુપાલકો આર્થિક સંકટનો સામનો કરી રહયા છે. પશુઓ માટેનાં ખોળ - કપાસ અને લીલા ઘાસનાં ભાવમાં છેલ્લા છ મહિનામાં ભાવ ડબલ થઈ ગયા છે ખોળ કપાસની કંપનીઓ ભાવ નિયંત્રણમાં રાખે તે માટે સરકાર પગલા લે તેવી માગણી પશુપાલકો દ્રારા કરવામાં આવી છે.
રાજકોટની પશુપાલકોની સંસ્થાઓ કનૈયા ગુ્રપ, અખિલ ભારતીય ગોૈસંવર્ધન પરિષદ અને બડા બજરંગ ફાઉન્ડેશનનાં આગેવાન કાર્યકરોએ આજે રાજકોટ કલેકટરને આવેદન પત્ર આપી પશુપાલકોની સમસ્યાઓ ઉકેલવા અને ખોળ - કપાસનાં ભાવ અંકુશમાં લેવા માગણી કરી હતી. 50 કિલો ખોળનાં ભાવ છ મહિના પહેલા રૂ. 1100 આસપાસ હતા તે હાલ 2000- 2200સુધી આંબી ગયા છે. લીલી મકાઈનાં ભાવ મણનાં રૂ. 50- 60 હતા તે 80- 90 સુધી પહોંચી ગયા છે. સુકુધાસ 150 નું મણ મળતુ હતુ તેનાં ભાવ વધીને રૂ. 250 થી 300 સુધી પહોંચી ગયા છે.
પશુનિભાવ ખર્ચ સતત વધી રહયો છે સામે છૂટક દૂધનાં ભાવ સ્થિર છે કોઈ ખાસ વધારો ન થતા પશુપાલકોને આર્થિક રીતે પરવડતુ ન હોય પશુઓ ધીરે ધીરે ઘટાડી રહયા છે. દરમિયાન ેપેટ્રોલ - ડિઝલનાં ભાવ વધારાનો પણ બાઈકને હાર પહેરાવીને પશુપાલકોએ અનોખો વિરોધ કર્યો હતો. આ બાઈક લઈને કલેકટર કચેરીએ રજુઆત કરવા કાર્યકરો પહોંચ્યા હતા.