Get The App

મોરબીના શનાળા રોડ પર રોષભેર ચક્કાજામ, ટ્રાફિક જામથી અફરાતફરી

Updated: Jul 9th, 2025

GS TEAM

Google News
Google News
મોરબીના શનાળા રોડ પર રોષભેર ચક્કાજામ, ટ્રાફિક જામથી અફરાતફરી 1 - image

બિસમાર કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડના પ્રશ્ને લોકો રસ્તા પર ઉતર્યા

લોક રોષ પારખી તંત્ર દ્વારા તાકિદે રોડ પરના ખાડા બૂરાવવાની કામગીરી હાથ ધરતા ૩ કલાકથી વધુ ચાલેલું ચક્કાજામ આંદોલન અંતે સમેટાયું

મોરબી: મોરબીના કન્યા છાત્રાલય રોડ તથા નાની કેનાલ રોડની હાલત અતિ બિસ્માર બની ગઈ છે.  રસ્તા પર ઠેર-ઠેર ખાડા પડી જતા અહીંથી દરરોજ પસાર થતા વિવિધ સોસાયટીઓમાં રહેતા સ્થાનિકોને ભારે મુશ્કેલી પડી રહી છે. રજૂઆતો બાદ યોગ્ય ન થતા રહીશોમાં રોષ ફાટી નિકળ્યો હતો અને લોકો મોટી સંખ્યામાં ઉતરી અને પહેલા કન્યા છાત્રાલય રોડ પર અને બાદમાં શનાળા રોડ પર ચક્કાજામ કરી દેતા ટ્રાફિક જામ થઈ જતા અફડાતફડી મચી ગઈ હતી.  તાકિદે પોલીસ કાફલો દોડી ગયો હતો. તંત્રએ લોકરોષ પારખી ખાડા પૂરવાનું કામ તુરંત શરૂ કરાવાતા ૩ કલાકથી વધુ સમય ચાલેલું ચક્કાજામ આંદોલન સમેટાયું હતું. 

મોરબીના કન્યા છાત્રાલય રોડ અને નાની કેનાલ રોડની હાલત દયનીય છે. રોડ પરના ખાડાથી નાગરિકો તોબા પોકારી ચુકયા છે. આજે મહિલાઓએ કન્યા છાત્રાલય તેમજ બાદમાં શનાળા રોડ પર રસ્તા રોકો આંદોલન કરી તંત્રને ઢંઢોળવાનો પ્રયાસ કર્યો હતો. કન્યા છાત્રાલય રોડ અને નાની કેનાલ રોડ બનાવવાની માંગ સાથે મહિલાઓ તથા લોકો રોડ પર ઉતરી આવ્યા હતા અને રોષભેર ચક્કાજામ કર્યો હતો. મોરબીમાં આમ પણ ટ્રાફિક સમસ્યા જોવા મળે છે. આજે શહેરના રાજમાર્ગ સમાન શનાળા રોડ પર ચક્કાજામ કરતા વાહનોની લાંબી કતારો લાગી હતી. અને શહેરમાં ટ્રાફિકની અફરાતફરી સર્જાઈ હતી. 

શનાળા રોડ પર ચક્કાજામને પગલે પોલીસ કાફલો દોડી ગયો હતો અને મહાનગરપાલિકાના અધિકારીઓ પણ પહોંચ્યા હતા. જોકે સ્થાનિકોએ માત્ર મ્યુનિસિપલ કમિશ્નર સાથે જ વાત કરવાની જીદ પકડી હતી. જેથી ડેપ્યુટી કમિશ્નર સ્થળ પર આવ્યા હતા. 

ડેપ્યુટી કમિશ્નર  સંજય સોની સ્થળ પર ગયા બાદ સ્થાનિકોએ રોડ રસ્તાની હાલત દેખાડી હતી. જેથી તંરંત ખાડા બુરવા માટે આદેશ આપ્યા હતા. અને જેસીબી સ્થળ પર મોકલી ખાડા બુરવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. જેથી સ્થાનિકો દ્વારા અંતે આંદોલન સમેટી લેવામાં આવ્યું હતું. જો કે રસ્તા રોકો આંદોલન ત્રણ કલાક કરતા વધુ સમય ચાલ્યું હતું. જેથી ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી. જોકે આખરે તંત્રએ તાત્કાલિક કામ શરૂ કરાવતા અંતે મામલો થાળે પડયો હતો. સ્થાનિકોએ ચક્કાજામ હટાવી લેતા ટ્રાફિક કિલ્યર કરાવવા