કેસથી નારાજ ભાણેજની મામાને મારી નાંખવાની ધમકી
અવાર - નવાર ફોન કરીને ધમકી આપી હેરાન કરતા ભાણેજ સામે ગુનો દાખલ
વડોદરા,અગાઉ થયેલા કેસથી નારાજ થઇ ભાણેજે મામાને કોલ કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
સુશેન તરસાલી રોડ પર વ્રજ વિહાર સોસાયટીમાં રહેતા પ્રદિપ જ્ઞાાનદેવભાઇ મોહિતે વાઘોડિયાની એક કંપનીમાં નોકરી કરે છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ગત ૧૪ મી તારીખે હું ઘરે હતો. તે દરમિયાન મારા ભાણેજ કિરણ સુરેશભાઇ મોરે (રહે. તક્ષ આશ્રય સોસાયટી, આજવા રોડ) નો મારા પર કોલ આવ્યો હતો. તેણે મને કહ્યું કે, તમે અગાઉ મારા પર ફરિયાદ કરી છે. હું તમને છોડું નહીંં. હું તેનો કૌટુંબિક મામા થતો હોવાછતાંય તેણે મને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. હાલ કોર્ટમાં અમારા કેસ ચાલી રહ્યા છે. તેમછતાંય મારી સાથે અપમાનજક વ્યવહાર કરી મને હેરાન કરે છે.