Get The App

છાયાપૂરી રેલ્વે સ્ટેશનના કર્મચારીઓ પાસે પાર્કિંગ ચાર્જ વસૂલાતા રોષ

પ્રતિ મહિને રૂ. 450થી રૂ. 2400 સુધીનો પાર્કિંગ ચાર્જ ચૂકવવાની નોબત આવી

Updated: Aug 4th, 2025

GS TEAM

Google News
Google News

છાયાપૂરી રેલ્વે સ્ટેશનના કર્મચારીઓ પાસે પાર્કિંગ ચાર્જ વસૂલાતા રોષ 1 - image

છાયાપૂરી રેલ્વે સ્ટેશન ખાતે રેલ્વે વિભાગ દ્વારા પાર્કિંગનો કોન્ટ્રાક્ટ ખાનગી કંપનીને સોંપાતા રેલ કર્મચારીઓને પાર્કિંગ ચાર્જ ચૂકવવાની નોબત આવતા રેલ કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

રેલ્વે વિભાગ દ્વારા છાયાપૂરી રેલ્વે સ્ટેશનની કાયાપલટ સાથે યાત્રીઓની સુવિધામાં વધારો કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. ત્યારે રેલ્વે વિભાગ દ્વારા છ મહિના અગાઉ પે એન્ડ પાર્કનો કોન્ટ્રાક્ટ ફાળવી દેવાયો છે. જેથી રેલ કર્મચારીઓ માટે પાર્કિગની સુવિધા ન હોવાથી તેઓ પે એન્ડ પાર્કમાં વાહનો પાર્ક કરી ચાર્જ ચૂકવવા મજબૂર બન્યા છે. આ અંગે વિવિધ વિભાગોના લગભગ 40 જેટલા રેલ કર્મચારીઓમાં છુપો રોષ છે. જેના કારણે કર્મચારીઓએ સવાલ ઉઠાવ્યા છે. એક કર્મચારીનું કહેવું હતું કે, સ્ટાફ માટે પાર્કિંગની સુવિધા ન હોવાથી કેટલાક ચાર્જ ચૂકવે છે કેટલાક નહીં અને કોઈક પાસેથી અડધો ચાર્જ વસૂલાય છે. શું કોઈ કંપની પોતાના કર્મીઓ પાસેથી પાર્કિંગ ચાર્જ વસૂલ કરે ?, ખરેખર સ્ટાફ માટે નિ:શુલ્ક પાર્કિંગની સુવિધા હોવી જોઈએ. અત્રે ઉલ્લેખનીય છે કે, અહીં પે એન્ડ પાર્કમાં 6થી 12 કલાકના ચાર્જની વાત કરીએ તો, સાયકલના રૂ. 15 , ટુ વ્હીલર રૂ.20 અને કાર રૂ. 80 સુધીનો ચાર્જ છે. જેથી કર્મચારીને એક મહિનામાં સાયકલના રૂ. 450 , ટુ વ્હીલર રૂ.600 અને કાર રૂ. 2400 ચૂકવવાની પરિસ્થિતિ ઊભી થઈ છે.

છાયાપૂરી રેલ્વે સ્ટેશનના કર્મચારીઓ પાસે પાર્કિંગ ચાર્જ વસૂલાતા રોષ 2 - image
પાર્કિંગ ચાર્જથી બચવા નો- પાર્કિંગ ઝોનમાં વાહનો પાર્ક કરતા રેલકર્મીઓ

મળતી માહિતી મુજબ, વાહનોમાં પેટ્રોલ - ડીઝલ જવલનશીલ હોવાથી બ્લાસ્ટ થવાની અથવા આગ લાગવાની ઘટનાની શક્યતાઓને ધ્યાને લઈ સુરક્ષાના ભાગરૂપે છાયાપૂરી રેલ્વે સ્ટેશનના બેઝમેન્ટમાં પાર્કિંગ માટે પ્રતિબંધ મુકાયો છે. તેમ છતાં કર્મચારીઓ પાર્કિંગ ચાર્જથી બચવા ગંભીર બેદરકારી દાખવી પોતાના વાહનો બેઝમેન્ટમાં પાર્ક કરી રહ્યા હોવાનું ધ્યાને આવ્યું છે. 

Tags :