જામનગરમાં જડેશ્વર પાર્ક વિસ્તારમાં ડિમોલિશન વેળાએ વયોવૃદ્ધ નંદુબેન બેરા સાથે થયેલા વર્તન મુદ્દે આહીર સમાજમાં રોષ : આજે તાત્કાલિક બેઠક
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar : જામનગર શહેરના રણજીતસાગર રોડ નજીક આવેલા જડેશ્વર પાર્ક વિસ્તારમાં તાજેતરમાં થયેલા ડિમોલિશન દરમિયાન વયોવૃદ્ધ નંદુબેન નારણભાઈ બેરા સાથે થયેલા વર્તન મુદ્દે આહીર સમાજ જામનગર દ્વારા આજે સોમવારે તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી છે.
સમાજના અગ્રણીઓ દ્વારા જણાવાયું છે કે જડેશ્વર પાર્ક વિસ્તારમાં નંદુબેન નારણભાઈ બેરાના મકાનનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું તેમજ તંત્ર દ્વારા તેમની સાથે અયોગ્ય વર્તન કરવામાં આવ્યું હોવાના આક્ષેપોને લઈને સમગ્ર મામલે ચર્ચા કરવા બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
આ બેઠક આજે સાંજે 5:00 વાગ્યે નંદનવન આહીર સમાજ, જામનગર ખાતે યોજાશે. બેઠકમાં પ્રમુખ રણમલભાઈ કાંબરીયા સહિત સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે.
બેઠક પૂર્ણ થયા બાદ સાંજે અંદાજે 6:30 વાગ્યે સમાજના અગ્રણીઓ ડિમોલિશન સ્થળની મુલાકાત લેશે તેમજ નંદુબેન નારણભાઈ બેરા અને તેમના પરિવારજનોને મળી સમગ્ર ઘટનાની હકીકત જાણી આગળના આયોજન અંગે નિર્ણય લેવામાં આવશે.
સમાજ દ્વારા જ્ઞાતિજનોને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.









