ગાંધીનગરમાં આજે ફરી ગૂંજશે આંદોલનના પડઘા, આંગણવાડી બહેનો 'આક્રોશ રેલી' યોજશે
Anganwadi Worker Protest: ગુજરાત રાજ્યની આંગણવાડી બહેનો દ્વારા છેલ્લા બે વર્ષથી સરકાર સમક્ષ વિવિધ પડતર પ્રશ્નો અંગે સતત રજૂઆતો કરવામાં આવી રહી છે, છતાં આજદિન સુધી કોઈ પ્રશ્નોનું સમાધાન ન થતાં હવે બહેનો દ્વારા આંદોલનનો માર્ગ અપનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયને પગલે ફરી એકવાર ગાંધીનગર આંદોલનના પડઘાથી ગુંજી ઉઠશે. રાજ્યની આંગણવાડી બહેનો દ્વારા આજે (4 ઓગસ્ત 2025) ગાંધીનગર સ્થિત સત્યાગ્રહ છાવણી ખાતે રેલી અને જાહેર સભા યોજાશે.
મહિલા બાળ વિકાસ મંત્રીને આવેદનપત્ર
આ આક્રોશ રેલી બાદ આંગણવાડી કર્મચારીઓનું એક પ્રતિનિધિમંડળ મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયા અને વિભાગના સચિવને આવેદનપત્ર પાઠવશે. આ આવેદનપત્રમાં તેઓ પોતાની માગણીઓ અને ચુકાદાના અમલ માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની રજૂઆત કરશે. રાજ્યભરમાંથી આવેલી આંગણવાડી બહેનોના આ એકત્રિત પ્રદર્શને સરકાર પર દબાણ વધાર્યું છે.
હાઇકોર્ટના ચુકાદાનો અમલ ક્યારે?
આ આંદોલનનું મુખ્ય કારણ ગુજરાત હાઇકોર્ટ દ્વારા 2 ઓગસ્ટ 2024ના રોજ આપવામાં આવેલો મહત્વપૂર્ણ ચુકાદો છે. આ ચુકાદામાં કોર્ટે આંગણવાડી કર્મચારીઓને કાયમી સરકારી નોકરીના હકદાર ગણાવ્યા હતા અને સરકારને આ અંગે 6 મહિનામાં નીતિ ઘડવાનો આદેશ આપ્યો હતો. જેની સમયમર્યાદા 2 ફેબ્રુઆરી, 2025 સુધીની હતી. ડેડલાઇન પુરી થઇ ગઇ હોવા છતાં સરકાર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં ન આવતા આંગણવાડી બહેનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આંગણવાડી કર્મચારી બહેનોની મુખ્ય માંગણીઓ
1. B.L.O. કામગીરીમાંથી મુક્તિ: બહેનોને તેમના મૂળ કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે વધારાની જવાબદારીઓમાંથી મુક્તિ આપવી.
2. MMY સ્ટોક માટે મહેનતાનુયુક્ત વળતર: છેલ્લા ચાર વર્ષથી પોષણ માટે MMY સ્ટોક ઉપાડવામાં આવે છે, જે માટે યોગ્ય વળતર આપવું.
3. FRS સમસ્યાઓનું નિવારણ: ફીલ્ડ રિપોર્ટિંગ સિસ્ટમમાં પડતી તકલીફો દૂર કરવા તંત્રની દખલદારી.
4. અદાલતી ચુકાદાનો અમલ: ગુજરાત તળી અદાલતના ચુકાદાને અમલમાં મૂકવા તાત્કાલિક પગલાં.
5. સ્માર્ટ મોબાઈલની સુવિધા: કાર્યક્ષમતા વધારવા માટે સ્માર્ટફોનની જરૂરિયાત.
6. સીધી ભરતી: યોગ્ય ઉમેદવારની પસંદગી માટે ઉમરલિખિત વિના સીધી ભરતી.
7. વેકેશનમાં ખાલી જગ્યા પર ભરતી: રજા દરમિયાન ખાલી પડેલી જગ્યાઓ પર તાત્કાલિક ભરતી.
8. નારાજ બહેનોના પ્રશ્નોનું નિરાકરણ: સંવાદ અને સમાધાન દ્વારા નારાજગી દૂર કરવી.