ધોળકાની આંગણવાડી કાર્યકર બહેનો હડતાલ ઉપર ઉતરી
- પડતર પ્રશ્નો સહિતની માંગને લઇ
- બહેનોએ સૂત્રોચ્ચાર કરી તાલુકા સેવા સદન ગજવી મૂક્યું, મામલતદારને આવેનપત્ર પાઠવ્યુ
ધોળકા : ધોળકાની આંગણવાડીની કાર્યકર બહેનો પડતર પ્રશ્નો સહિતની માંગને લઇ હડતાલ ઉપર ઉતરી હતી. બહેનોએ સૂત્રોચ્ચાર કરી તાલુકા સેવા સદન ગજવી મૂક્યું હતુ અને મામલતદારને આવેનપત્ર પાઠવ્યુ હતું.
ધોળકા નગર અને તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનો આજથી હડતાલ ઉપર ઉતરી જતા ધોળકા નગર અને તાલુકા પંથકમાં ચર્ચાઓ જાગી ઉઠી છે. પ્રાપ્ત માહિતી મુજબ ટ્રેડ યુનિયન દ્વારા તા. ૯-૭-૨૫ના રોજ રાષ્ટ્રવ્યાપી હડતાલનું એલાન અપાતા ધોળકા પંથકની આંગણવાડીની બહેનો આજરોજ માસ સી.એલ. ઉપર ઉતરી આ હડતાલમાં જોડાઈ કામકાજથી અળગી રહી હતી. આંગણવાડી કર્મચારી બહેનો મોટી સંખ્યામાં ધોળકા તાલુકા સેવા સદન ખાતે આવી પહોંચી સૂત્રોચાર કરી તાલુકા સેવા સદન ગજવી મૂક્યું હતું. આંગણવાડી કાર્યકર બહેનોએ ધોળકા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં તેમણે તેમની પડતર માંગણીઓ પુરી કરવા રજૂઆત કરી હતી.